(એજન્સી) તા.૧૯
બીજા વિશ્વયુદ્ધ બાદ કેટલાક રાષ્ટ્ર પ્રમુખોએ અમેરિકન વિદેશ નીતિના મૂળભૂત પરિબળોને બદલવાનો પ્રયાસ કર્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લા ચાર વર્ષથી પણ આવું જ કર્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઉદારવાદી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પર વોશિંગ્ટનની સર્વસંમતિ તોડી નાખી હતી અને તેમણે વિદેશ નીતિના વેગનની ડ્રાઇવીંગ સીટમાં ‘અમેરિકા ફર્સ્ટ’ સિદ્ધાંતને સ્થાન આપ્યું હતું. તેમણે ફ્રાંસ એટલાન્ટિક મિલીટરી સહયોગના આધારશિલા સમાન નોર્થ એટલાન્ટિક પ્રિટી ઓર્ગેનાઇઝેશન (નાટો)ની અવમાનના કરી હતી અને અમેરિકાને આંતરરાષ્ટ્રીય સંગઠનો અને બહુપક્ષીય સંધિઓમાંથી પાછું ખેંચી લીધું હતું અને મિત્રો અને શત્રુઓ બંને સામે એક સરખી ટેરીફ વોર છેડી હતી. ઇઝરાયેલ અને કેટલાક આરબ દેશો વચ્ચે શ્રેણીબદ્ધ કરારાને બાદ કરતાં ટ્રમ્પના નામે વિદેશ નીતિની કોઇ મોટી સિદ્ધિ નથી. ટ્રમ્પે અમેરિકાની વિદેશ નીતિમાં અનેક અવરોધો ઊભા કર્યા છે. ભલે ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પરાજિત થયાં હોય પરંતુ ટ્રમ્પવાદ તેમજ તેમણે જે વૈશ્વિકરણ વિરોધી રાજનીતિને છૂટોદોર આપ્યો હતો તે પરાજિત થયેલ નથી. અમેરિકામાં સત્તા પર ટ્રમ્પના ઉદયના પગલે અમેરિકા યુદ્ધ પૂર્વેના અલગતાવાદ તરફ ધકેલાઇ ગયું હતું. જો કે બાઈડેનની વિદેશ નીતિ ટ્રમ્પથી અલગ હશે. તેઓ ગઠબંધન અને જોડાણને વધુ મજબૂત કરશે અને અમેરિકા સામે હાલ જે વિવિધ સમસ્યાઓ છે તેના માટે સર્વગ્રાહી વિદેશી નીતિ અભિગમ દાખવશે. તેઓ જેમ કે તેઓ પેરિસ ક્લાઇમેટ એકોર્ડમાંથી અમેરિકાની વાપસી કે વિશ્વ આરોગ્ય સંઘમાંથી (હુ) વિદાય જેવા ટ્રમ્પના નીતિ વિષયક નિર્ણયોને ઉલટાવી શકે છે. પરંતુ ટ્રમ્પનો ભલે પરાજય થયો છે. જો કે ટ્રમ્પવાદ અને તેમની વૈશ્વિકરણ વિરોધી રાજનીતિ મહાત થઇ નથી. બાઈડેન હાલ અલગતાવાદના પ્રવાહોને કદાચ મહાત કરી શકશે પરંતુ તેમને એટલાન્ટિકમાં આવા પડકારોનો સામનો કરવો પડશે. પ્રશ્ન એ છે કે બાઈડેન સ્વયં ઉદારવાદી છે અને તેથી શું તેઓ પશ્ચિમ ઉદારવાદી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને રીવાઇવ કરી શકશે. શું તેઓ ઉદાર વ્યાપાર અને વૈશ્વિકરણને પુનઃ પ્રસ્થાપિત કરી શકેશે કે પછી માનવ અધિકાર અને લોકતંત્રની નિકાસના નામે યુદ્ધ છેડશે ? જો કે ઇતિહાસના બળો તેમની વિરુદ્ધ છે.