નવી દિલ્હી, તા.૯
ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણ પર ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહેવાના કારણે પાંચ મહિનાનો પૂર્વ પ્રભાવી પ્રતિબંધ લગાવાયો જે ૧૪ જાન્યુઆરીએ સમાપ્ત થઈ જશે. બીસીસીઆઈએ સ્વીકાર કર્યો કે તેણે અજાણતા પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું છે. બીસીસીઆઈએ એક નિવેદનમાં કહ્યું કે યુસુફ પઠાણ પશ ડોપિંગ ઉલ્લંઘનના કારણે પ્રતિબંધ લગાવાયો છે. તેણે ભૂલથી એક પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું જે સામાન્ય રીતે શરદી ખાંસીના સિરપમાં હોય છે. પઠાણે ગત વર્ષ ૧૬ માર્ચે એક ઘરેલું ટી-ર૦ મેચ બાદ બીસીસીઆઈના એન્ટીડોપિંગ કાર્યક્રમ મુજબ યુરિનનું સેમ્પલ આપ્યું હતું. બોર્ડે કહ્યું કે તેના સેમ્પલની તપાસ કરવામાં આવી અને તેમાં ટરબૂટેલાઈનના માત્રા મળી છે તે વાડાના પ્રતિબંધિત પદાર્થોની યાદીમાં સામેલ છે. બીસીસીઆઈએ કહ્યું કે યુસુફે આરોપનો સ્વીકાર કરતા જણાવ્યું કે આ ભૂલથી દવાને લેવાના કારણે થયું છે. બીસીસીઆઈએ કહ્યું કે પઠાણને ગત વર્ષ ર૮ ઓક્ટોબરે અસ્થાયી રૂપથી પ્રતિબંધિત કરાયો હતો અને બોર્ડે નક્કી કહ્યું કે તેનો પ્રતિબંધ ૧પ ઓગસ્ટથી અમલી હશે અને ૧પ જાન્યુઆરીના રોજ પૂરો થશે.