(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૯
વડોદરા શહેરમાં કેફી દ્રવ્યો તથા ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે. ડ્રગ્સના સેવનથી શહેરની યુવા પેઢી ડ્રગ્સ એડીટ બની રહ્યા છે. ત્યારે ડ્રગ્સની બદીઓ તેમજ પ્રવૃત્તિઓ ડામવાની સાથે ડ્રગ્સ એડીટે ક્યાં પ્રકારનું ડ્રગ્સનું સેવન કર્યું છે તે જાણવા માટે શહેર પોલીસ તંત્ર દ્વારા તરકીબ કરવામાં આવી છે. જેના ભાગરૂપે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલૌટ દ્વારા ડ્રગ્સ એડીટના સેવનનો પ્રકાર જાણવા માટે ડેવલપ કરાયેલી પધ્ધતિનું લાઇવ ડેમો યોજી વિસ્તૃત માહિતી આપી હતી.
આ સાથે પોલીસ સ્ટેશનોમાં આવતા ફરીયાદી અને આરોપીના બાળકોના માનસ પર પોલીસનો ડર કે કોઇ બીજી અસર ન કરે તે માટે ચિલ્ડ્રન ફ્રેન્ડલી કોર્નર કોન્સેપ્ટનો પ્રારંભ કરવામાં પણ આવ્યો છે. આ કોન્સેપ્ટમાં દિવાલ ઉપર પેઇન્ટીંગ કરેલ રૂમમાં જુદી જુદી વયજુથના બાળકો માટે ગેમ્સ, ટોઇઝ, સ્ટોરી બુક, બેન્ચીસ તથા ડ્રોઇગબુક પેન્સીલ, રબ્બર સહિત અન્ય રમત ગમતનાં સાધનો મુકવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં દિવસે દિવસે ડ્રગ્સ સપ્લાય અને ડ્રગ્સ હેરાફેરીનું ચલણ વધી રહ્યું છે. તાજેતરમાં ઉપરા-છાપરી ડ્રગ્સ કેરીયરોની વડોદરા શહેર પોલીસે ઝડપી પાડયા હતા. ત્યારે આ ડ્રગ્સ કયાં પ્રકારનું છે તેનું સેવન કરવાથી તેની અસરો વગેરે જાણવા માટે ડેવલપ કરાયેલી સિસ્ટમ કે જે ડ્રગ્સનું સેવન કરનારે કેવા પ્રકારનાં ડ્રગ્સનું સેવન કર્યું છે તે ૫ થી ૧૦ મિનીટમાં જાણી શકાય તે સિસ્ટમના લાઇવ ડેમોસ્ટ્રેશન્ પોલીસ કમિશનર દ્વારા પોલીસ ભવન ખાતે રાખવામાં આવ્યું હતું.