(એજન્સી) તા.૧૫
અભિનેતા વિવેક ઓબેરોયના મુંબઈ સ્થિત ઘરની બેંગલુરૂ પોલીસે આજે તલાશી લીધી હતી. વિવેકનો સાળો આદિત્ય આલ્વા કથિત રૂપે ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા હોવા બદલ અભિનેતાના ઘરની તલાશી લેવાઈ હતી. બેંગલુરૂ પોલીસના સંયુક્ત કમિશનર સંદીપ પાટિલે જણાવ્યું હતું કે, “આદિત્ય આલ્વા ફરાર થઈ ગયો છે. વિવેક ઓબેરોય તેનો સંબંધી છે અને અમને થાડીક માહિતી મળી હતી કે, આલ્વા ત્યાં છે. તેથી અમે તપાસ કરવા ઈચ્છતા હતા. તેથી અમે કોર્ટનું વોરંટ મેળવ્યું અનેે ક્રાઈમ બ્રાંચની ટીમ મુંબઈમાં સ્થિત તેના ઘરે ગઈ છે.” કર્ણાટકના પૂર્વ પ્રધાન જીવરાજ આલ્વાનો પુત્ર આદિત્ય આલ્વા ‘સેન્ડલવૂડ ડ્રગ્સ કેસ’ તરીકે જાણીતા કેસનો આરોપી છે. જ્યારથી પોલીસે આ કેસમાં કાર્યવાહી શરૂ કરી છે ત્યારથી તે ગાયબ થઈ નાસતો ફરે છે, કન્નડા ફિલ્મ ઉદ્યોગના ગાયકો અને અભિનેતાઓને કથિત રૂપે ડ્રગ્સ પૂરૂં પાડવામાં આવતું હતું, જેને ઘણી વખત ‘સેન્ડલવૂડ’ (ચંદનની લાકડી) કહેવાય છે. પોલીસે ડ્રગ્સના વેચાણ અને ઉપયોગ અંગે કડક કાર્યવાહી કરી અને રેવ પાર્ટીના આયોજકોને પણ ઝડપી પાડ્યા છે. આ કેસમાં ધરપકડ કરાયેલા ૧૫ લોકોમાં કન્નડા અભિનેત્રી રાગિણી દ્વિવેદી અને સંજના ગલરાણીનો પણ સમાવેશ થાય છે. અન્ય નામોમાં રેવ પાર્ટીના આયોજક વિરેન ખન્ના અને રિયલટર રાહુલ થોન્સનો સમાવેશ થાય છે. આદિલ્ત આલ્વાની માતા નંદિની આલ્વાની માલિકી વાળી બેંગલુરૂ હેબલ તળાવ પાસેની પાંચ એકરની સંપત્તિ પર ગયા મહિને દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસકર્તાઓને શંકા છે કે, સ્વિમિંગ પૂલનો સમાવેશ કરતી આ વિશાળ સંપત્તિમાં આયોજિત થયેલી પાર્ટીઓમાં ડ્રગ્સનું સેવન કરવામાં આવ્યું હતું. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (દ્ગઝ્રમ્) દ્વારા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની જૂન મહિનામાં થયેલી મોતની તપાસમાં બોલિવૂડમાં ડ્રગ્સના વપરાશના આરોપોની સાથે આ બેંગલુરૂ ડ્રગ્સ કૌભાંડ પણ બહાર આવ્યું હતું.
Recent Comments