(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૪
મહિલા કર્મચારીઓને કાર્ય કરવા માટે સુરક્ષિત સ્થળ સુનિશ્ચિત કરાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ નવા શ્રમ કાયદાઓમાં ફેકટરીઓ, નિર્માણ ગૃહો જ્યાં મહિલાઓ પોતાની મરજી મુજબ સાંજે ૭ વાગ્યા પછી કાર્ય કરે છે ત્યાં ફક્ત પરિવહનની જ નહિ પણ એ સાથે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે ઓફિસ પરિસરમાં શિશુ ગૃહો પણ હશે. આવા એકમોના માલિકોને એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે તે સ્થળે પર્યાપ્ત પ્રકાશની વ્યવસ્થા હોય અને એ સાથે સેનિટેશન અને કેન્ટીનની સગવડ પણ પૂરી પાડવાની રહેશે. આ જોગવાઈઓ ઓ.એચ.એસ. અને વર્કિંગ કંડીશન રૂલ્સ ૨૦૨૦ના ડ્રાફ્ટનો હિસ્સો હશે જે શ્રમ અને રોજગાર વિભાગ તૈયાર કરી રહ્યું છે. શ્રમ મંત્રાલયના અધિકારીએ કહ્યું કે આગામી અઠવાડિયે લોકોના અભિપ્રાયો જાણવા માટે એ જાહેર ડોમેઈન ઉપર મુકાશે. વ્યવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય અને વર્કિંગ કંડીશન અધિનિયય જે સેપ્ટેમ્બર ૨૦૨૦માં પસાર કર્યો હતો જે મહિલા કર્મચારીઓને રાત્રે કામ કરવા મંજૂરી આપે છે જેઓ સાંજે ૭ વાગ્યા પછી અને સવારે ૬ વાગ્યા પહેલા સુરક્ષાથી સંબંધિત શરતોના આધીન છે. જોકે જો સંબંધિત રાજ્ય સરકારોનું માનવું હોય કે મહિલાઓના રોજગાર એમના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે જોખમી છે તો એકમો અથવા વર્ગોમાં એમના સંચાલનની પ્રકૃતિના લીધે તેઓ મહિલાઓના રોજગાર ઉપર પ્રતિબંધ મૂકી શકે છે. શ્રમ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે આ કાયદો મહિલાઓને વિકલ્પ આપે છે કે તેઓ રાત્રે કામ કરવા ઈચ્છે છે કે નહિ, એમને મજબૂતી આપશે. જો મહિલાઓ રાત્રિ ની શિફ્ટમાં કામ કરવા સંમતિ આપતી હોય તો એમને અમુક શરતો સાથે કામ કરવું પડશે અને એમને સગવડો પણ આપવાની રહેશે.
Recent Comments