(એજન્સી) તા.રપ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મુખપત્ર પાંચજન્યમાં બોલીવુડ અભિનેતા આમિરખાનને ચીનના પ્યાર ખાન બતાવવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તેમાં એવું એટલા માટે કહેવામાં આવ્યું છે. કારણ કે, તેમને ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની વિવોના બ્રાન્ડ એંબેસેડર બનાવવામાં આવ્યા છે અને તેમણે હાલમાં જ તુર્કી પ્રવાસ કર્યો હતો. સમાચાર મુજબ આરએસએસના લેખ ‘ડ્રેગન કા પ્યારા ખાન’માં બોલીવુડ અભિનેતા આમિરખાન પર અનેક પ્રશ્ન કરવામાં આવ્યા છે. જણાવવામાં આવ્યું છે કે, આમિરખાનની ફિલ્મ ‘દંગલ’એ ચીનમાં કુલ ૧૪૦૦ કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો, જયારે સલમાન ખાનની સુલતાન માત્ર ૪૦ કરોડ જ કમાઈ શકી હતી. આમિરખાન ભારતમાં ચીની મોબાઈલ ફોન વિવોના બ્રાન્ડ એમ્બેસેડર છે. આ સુરક્ષાના નિયમોની જાહેરમાં અવગણના કરે છે. સમાચાર મુજબ આમિરખાનના ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સીના વિવો પર ૧૦ લાખથી વધુ ફોલોઅર છે. બોલીવુડ અભિનેતા આમિરખાને હાલમાં ઈસ્તંબુલમાં તુર્કીની ફર્સ્ટ લેડી એમીન અર્દોગન સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ લોકોએ આમિરખાનની વિરૂદ્ધ નારાજગી વ્યકત કરી. સોશિયલ મીડિયા પર પણ લોકોએ આમિરખાનની ઘણી ટીકા કરી છે. હાલમાં આમિરખાન પોતાની આવનારી ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ની શુટિંગ માટે તુર્કીમાં છે. આરએસએસના મુખપત્રએ આ પણ જણાવ્યું કે આમિરખાને તુર્કી જઈને ભારતની જનતાની ભાવનાઓને દુઃખ પહોંચાડયું છે, તેને સમજવાની જરૂરત છે.