રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. તેમ છતાં ક્યાંક ક્યાંક વરસાદ પડવાની આગાહી આવી રહી છે. ત્યારે દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો ચમકારો થતો હોવાથી લોકો મિશ્રઋતુનો અનુભવ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે શુક્રવારે સાંજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સૂરજ ઢળતી વેળા નયનરમ્ય દૃશ્યો સર્જાયા હતા. જાણે કોઈ પેઈન્ટરે આકાશમાં રંગો પૂરી દીધા હોય તેમ અદ્‌ભુત નજારો જોવા મળ્યો હતો. પ્રસ્તુત તસવીરમાં ઢળતા સૂરજની અનેરી ઝલક જોઈ શકાય છે.