(એજન્સી)                                                          તા.ર૯

અધિકારીઓએ જણાવ્યું કે, બુધવારે સવારે ઢાકાના પલ્લવી પોલીસ સ્ટેશનમાં બોમ્બ વિસ્ફોટ થતાં ચાર પોલીસ કર્મચારીઓ સહિત પાંચ લોકો ઘાયલ થયા છે.  આ ઘટના સવારે લગભગ ૬ વાગે થઈ જ્યારે પોલીસ અધિકારી ત્રણ આતંકવાદીઓ સાથે પૂછપરછ કરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે, વિસ્ફોટ એક વજન મશીનમાંથી થયો. આ વિસ્ફોટમાં પોલીસ સ્ટેશનના પ્રભારી અને અન્ય ત્રણ પોલીસ કર્મચારી ઘાયલ થઈ ગયા.  રાજધાનીમાં વિસ્ફોટની પાછળ પોલીસને ચરમપંથીઓના લિંક પર શંકા છે અને બોમ્બ જેવા પદાર્થ જપ્ત કરવામાં આવ્યા.  ઢાકા મેટ્રોપોલિટનના એડિશનલ પોલીસ કમિશનર કૃષ્ણ પાડા રોયે જણાવ્યું કે, ‘‘અત્યાર સુધી કોઈપણ ઉગ્રવાદ લિંકની જાણ થઈ નથી.  પોલીસે સવારે ત્રણ લોકો પાસેથી વજન મશીન અને બોમ્બ જપ્ત કર્યા છે. ધરપકડ કરવામાં આવેલા લોકો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈપણ લિંકની જાણ થઈ નહતી પરંતુ આ શંકા છે કે તેની પાસે આતંકવાદી લિંક હોય શકે છે”  પોલીસ અધિકારીએ જણવ્યું કે, મીરપુરમાં સ્થિત એક અપરાધિક સમૂહ સક્રિય છે, જે આ આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપી શકે છે.  નાલડોંગા પોલીસ સ્ટેશનના ઓસી નજરુલ ઈસ્લામે જણાવ્યું કે, ‘એક ટીમે કાલે સવારે કબ્રસ્તાનમાંથી એક બોમ્બ જેવી વસ્તુ જપ્ત કરી છે. તે તેને પોલીસ સ્ટેશન લઈ આવ્યા અને એક બોમ્બ વિરોધી એકમને તેની સૂચના આપી. જો કે તે આવે તે પહેલાં જ વિસ્ફોટ થઈ ગયો.  ઘાયલ પોલીસ અધિકારીઓમાંથી બેને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલ અને એકને રાષ્ટ્રીય નેત્ર સંસ્થામાં સ્થળાતંરિત કરવામાં આવ્યા છે. અન્ય બેને પ્રાથમિક સારવાર આપવામાં આવી.  ગૃહમંત્રી અસહજ્જમાં ખાન કમાલે જણાવ્યું કે, “દરેક પર નજર રાખવામાં આવી રહી છે. ચિંતાની કોઈ વાત નથી.  વિસ્ફોટના તરત પછી લોકોને આજુબાજુના વિસ્તારમાંથી બહાર નિકાળવામાં આવ્યા અને સવારે ૧૧ વાગ્યા પછી પોલીસ ટ્રીબ્યુનલ દ્વારા દુકાનોને બંધ કરી દેવામાં આવી. ૧૯ જુલાઈએ પોલીસ મુખ્યાલયે તથાકથિત ઈસ્લામિક સ્ટેટના સભ્યો દ્વારા તેમના તથાકથિત મિશન બંગાળ  ઉલિયાહ અથવા બંગાળ ખિલાફતના નામ પર ઈદ પહેલા સંભવિત હુમલાના સંબંધમાં એક પત્ર જારી કર્યો  અને સતર્ક કર્યા. પત્રમાં ૩ વાણિજ્યવાસો, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અહમદિયા અને શિયા સમુદાયની મસ્જિદો, મંદિરો, પેંગોડા, ચર્ચો, પોલીસ કર્મચારીઓ, પોલીસ વાહનો અને પોલીસના માળખાને ઉગ્રવાદીઓના સંભવિત ઠેકાણા તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.