(એજન્સી)
નવી દિલ્હી, તા.૨
સુપ્રીમ કોર્ટની બેંચના જજો આર. ભાનુમતિ, જજ એ.એસ. બોપન્ના અને જજ હૃષિકેશ રોય એક અપીલની સુનાવણી કરી રહ્યા હતા, જે અપીલ ફરિયાદી અને રાજ્ય સરકારે એક આરોપીને દોષમુક્ત કરવાના વિરોધમાં દાખલ કરી હતી. કોર્ટે જણાવ્યું કે, આરોપીઓ ગુનાના બીજા દિવસે જ પકડાઈ ગયા હતા, પણ એમના દ્વારા ઉપયોગ કરાયેલ હથિયારો જપ્ત કરવામાં આવ્યા ન હતા. જો કે, ફરિયાદ પક્ષે તપાસ અધિકારી દ્વારા નહીં કરાયેલ કૃત્યને ધ્યાનમાં લેવો જોઈએ, પણ ફરિયાદ પક્ષના અન્ય પુરાવાઓમાં ક્ષતિઓ અને હથિયારો અને ખાલી કારતૂસો વગેરે કબજે નહીં કરવાના કૃત્યથી ફરિયાદીના કેસ તરફ શંકાઓ થઈ શકે છે. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, તપાસમાં ઘણી ક્ષતિઓ હતી. જેમ કે, ખાલી કારતૂસો કબજે નહીં કરવા, હથિયારો જપ્ત નહીં કરવા વગેરે. હાઈકોર્ટના આ પ્રકારના અવલોકન સામે સુપ્રીમ કોર્ટે કહ્યું. એમ નિર્વિવાદ સિદ્ધાંત છે કે, તપાસ અધિકારી દ્વારા કોઈપણ નહીં કરાયેલ કૃત્ય ફરિયાદ પક્ષના વિરૂદ્ધ નહીં જઈ શકે. જો તપાસ અધિકારીએ ન્યાયના હિતમાં જાણીબુઝી કોઈ કૃત્ય નહીં કર્યું હોય, જે એમને કરવાનો હતો, તો એનો અર્થ એ થયો કે, આ કૃત્યો અથવા નહીં કરાયેલ કૃત્યોને આરોપીની તરફેણમાં ગણવાના નથી. ફરિયાદ પક્ષના કેસ સામે ફક્ત એ વાતથી શંકા રાખી શકાય નહીં કે, હથિયારો જપ્ત કરાયા નથી અથવા અન્ય પુરાવાઓ મેળવાયા નથી. તપાસ અધિકારીના કોઈ કૃત્ય કરવાથી અથવા નહીં કરવાથી એનો લાભ આરોપીને મળી શકે નહીં, પણ આ પ્રકારના કેસમાં જ્યારે એફઆઈઆર ગુનો બન્યાના અડધા કલાકમાં જ નોંધવામાં આવી હતી અને તપાસ પણ શરૂ કરાઈ હતી, જેથી અમને માનવાનું કોઈ કારણ નથી કે, બંદૂકમાંથી છોડાયેલ ગોળીઓના ખાલી ખોખાઓ કેમ કબજે કરવામાં આવ્યા ન હતા. સુપ્રીમ કોર્ટે નિર્દોષિતા માન્ય રાખતા જણાવ્યું કે, હાઈકોર્ટે સમગ્ર પુરાવાઓનું ખરી રીતે પૃથ્થકરણ કર્યું હતું અને ટ્રાયલ કોર્ટની ભૂલ શોધી હતી કે, એમણે પુરાવાઓની વિસંગતતાઓને ધ્યાનમાં લીધી ન હતી.