મીડિયાના ચોક્કસ જૂથ દ્વારા ફેલાવાયેલા ફેક ન્યૂઝ મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ
મીડિયા દ્વારા ફેલાવાતા ફેક ન્યૂઝ સામે પગલાં ભરવા માટે સરકાર પાસે કોઇ કાયદેસરનું તંત્ર છે કે કેમ અથવા અમે કોઇ બીજી એજન્સીને કામ સોંપીને કામ કરીએ : જમીયતે ઉલેમાએ હિંદ દ્વારા દાખલ કરાયેલી અરજી મુદ્દે સુપ્રીમે મોદી સરકારની ઝાટકણી કાઢી
(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
કોરોના વાયરસ રોગચાળા દરમિયાન તબ્લીગી જમાતના મેળાવડા અંગે મીડિયાના રિપોર્ટિંગના કેસ સંબંધિત કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા સોગંદનામા પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે મોદી સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, ટીવી પર દેખાડાતા કન્ટેન્ટના મુદ્દાઓ સામે પહોંચીવળવા માટે પોતાની સામગ્રીનો ઉપયોગ કરે અથવા કોર્ટ કોઇ બહારની એજન્સી રોકીને આ માટે પગલાં ભરી શકે છે. જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચે સોલિસીટર જનરલ તુષાર મહેતાને જણાવ્યું હતું કે, આ બાબતમાં કેન્દ્ર સરકારા સોગંદનામાથી કોર્ટ સંતુષ્ટ નથી, કારણ કે, આવી ફરિયાદોને સાંભળવાના કેબલ ટીવી નેટવર્કના કૃત્ય હેઠળ સરકારે કેવીસત્તાઓનો ઉપયોગ કર્યો છે.
સુપ્રીમ કોર્ટની બેંચે કેન્દ્ર સરકારને કેબલ ટીવી નેટવર્કના કન્ટેન્ટને કેવી રીતે અંકુશમાં લઇ શકાય અને તેને રોકવા માટે કયા પગલાં લઇ શકાય તેમ પૂછ્યું હતું. સુપ્રીમે કહ્યું કે, તમારૂં સોગંદનામું આ મુદ્દે મૌન છે. બીજી બાજુ આવી ફરિયાદો માટે તમે કયા પગલાં લઇ શકો તેમ જણાવો. આ સોગંદનામામાં તમારૂં તંત્ર મૌન છે. બેંચે કહ્યુંકે, જો ઇલેકટ્રોનિક મીડિયા દ્વારા ફેક ન્યૂઝ પર નિયંત્રણની કોઇ વ્યવસ્થા સરકાર બનાવી ના શકતી હોય તો કોર્ટે કોઇ બીજી એજન્સીને આ વ્યવસ્થા સોંપવી પડશે. કોર્ટે આદેશ કર્યો હતો કે, ત્રણ સપ્તાહમાં સરકાર સોગંદનામું દાખલ કરે અને જણાવે કે કેબલ ટીવી નેટવર્ક રેગ્યુલેશન એક્ટ અંતર્ગત ફેક ન્યૂઝ રોકવા માટે શું તંત્ર છે અને તેની વિરૂદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી છે. આ અરજી જમીયતે ઉલેમાએ િંહંદ દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજી પર સુનાવણી કરતા કોર્ટે કેન્દ્ર સરકાર અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને નોટિસ જારીકરી હતી. અરજીમાં પ્રેસની સ્વતંત્રતા પરિભાષા ાક્કી કરવાની માગ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, કાયદા અંતર્ગત સરકાર પાસે ફેક ન્યૂઝ પર કાર્યાહી કરવાની પૂરતી સત્તા છે પરંતુ તે મીડિયાની સ્વતંત્રતાની સુરક્ષા કરવા માગે છે. તેથી મીડિયાના કામકાજમાં વધુ દખલ આપતી નથી. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા ચીફ જસ્ટિસે કહ્યું કે, અમે પૂછ્યું હતું કે, કેબલ ટીવી નેટવર્ક રેગ્યુલેશન એક્ટથી આવી બાબતોને કેવી રીતે રોકી શકાય છે.
Recent Comments