(એજન્સી) તા.૧૮
તબ્લીગી મરકઝ પ્રમુખ મૌલાના સાદ પર ચર્ચા કરવી બિહારશરીફમાં ભાજપ નેતાને ભારે પડી. ભરી પંચાયતમાં ના માત્ર તેને ઉઠક-બેઠક કરાવી ઉપરાંત પગે ૫ડીને માફી પણ મંગાવવામાં આવી. એટલું જ નહીં તેનો વીડિયો બનાવી વાયરલ પણ કરવામાં આવ્યો છે. ઘટના પછી દુઃખી ભાજપના ખૂબ જ પછાત વર્ગના પૂર્વ જિલ્લા મહામંત્રી અરવિંદ ઠાકુરે ઉઠક-બેઠક કરવાના પિતા અને પુત્રને આરોપી કરી એફઆઈઆર કરાવી. ઘટના સારેથાના વિસ્તારની છે. પીડિત હરગાવાં ગામનો રહેવાસી અરવિંદ ઠાકુરે જણાવ્યું કે, ગાડીઓની બોડી બનાવવાની તેમની દુકાન છે. લગભગ બે મહિના પહેલાં તે પોતાની દુકાનમાં મૌલાના સાદની ચર્ચા કરી રહ્યા હતા. તેનાથી નારાજ થઈને બદમાશોએ દુકાનમાં ઘૂસીને તેમની સાથે મારામારી કરવામાં આવી હતી. આરોપીઓએ ઊંઘુ પંચાયતમાં ફરિયાદ પણ કરી દીધી. ત્યારબાદ ૩૧ માર્ચે ગિલાની પંચાયતના મુખિયાની હાજરીમાં પંચાયત બોલાવવામાં આવી. પંચાયતમાં ઉઠક-બેઠક કરવાની સજા આપવામાં આવી. તેમણે નિર્ણયનું માન રાખતા ના માત્ર ઉઠક-બેઠક કરી, પરંતુ પગે પડીને માફી પણ માંગી. બદમાશોએ તેનો વીડિયો બનાવી લીધો. થોડા દિવસ પછી તેને વારયલ કરી દીધો. આરોપી પિતા-પુત્ર પર મારામારી કરવા અને છબી ખરાબ કરવાનો આરોપ છે. વીડિયો વાયરલ થયા પછી ભાજપ નેતાઓમાં આક્રોશ છે. અતિ પછાત સેલના જિલ્લા અધ્યક્ષ સૂરજ ચંદ્રવંશીએ પોલીસ-તંત્રને સખ્ત કાર્યવાહીની માંગ કરી છે. સ્ટેશન અધ્યક્ષ દિનેશકુમાર સિંહે જણાવ્યું કે, વીડિયો વાયરલ કરવાના આરોપમાં બે લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં જોડાઈ ગઈ છે.