(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
કોરોના વાયરસની વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ખેલાડી શોએબ અખ્તર સતત ભારત-પાકિસ્તાનની મેચનું આયોજન કરવાની વાત કરી રહ્યા છે. જેનાથી લોકોની આર્થિક મદદ કરવામાં આવી શકે. જોકે, ભારતીય વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવના આ પ્રસ્તાવથી સહમત જોવા મળ્યા નહીં. હવે એક વખત ફરી કપિલ દેવે આ મુદ્દા પર પોતાનો મત રજૂ કર્યો છે. કપિલ દેવે સલાહ આપતા કહ્યું છે કે જો પૈસા નથી તો બોર્ડર પર આતંકવાદ ખતમ કરો. કપિલ દેવ એક ખાનગી ચેનલમાં વાતચીતમાં જણાવ્યું હતું,‘ તમે ભાવુક થઈને કહો કે હા ભારત-પાકિસ્તાનની મેચ જરૂરી છે એ હાલમાં પ્રાથમિકતા નથી, જો તમને ખરેખર રૂપિયાની જરૂર છે તો પહેલા બોર્ડર પર ચાલી રહેલા કામ બંધ કરવા જોઇએ. બાળકોએ સ્કૂલ જવું જરૂરી છે.તે પૈસાથી સ્કૂલ બનાવો, હોસ્પિટલ બનાવો, કપિલ દેવે કહ્યું કે ક્રિકેટ રમત તો પછીની વસ્તુ છે, મને તે બાળકો પર દયા આવે છે જે સ્કુલે જઇ શકતા નથી, પેહલા સ્કૂલ કોલેજ ખુલવા જોઇએ. તે બાદ રમતતો શરૂ થતી રહેશે. કપિલ દેવે ધાર્મિક સંસ્થાઓ, મંદિર-મસ્જિદ, ગુરુદ્વારોને બધા અપીલ કરી હતી, કહ્યું હતું કે આર્થિક સહાય માટે આગળ આવવું જોઇએ. કપિલે કહ્યું કે પૈસાની જરૂરત છે તો અમારી પાસે એટલા ધાર્મિક સંગઠન છે જેની પાસે ઘણા પૈસા છે. ભક્ત એટલું દાન કરે છે તો પૈસા જાય છે ક્યા. મને લાગે છે કે ધાર્મિક સંસ્થાઓને આગળ આવીને મદદ કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે કપિલ દેવે કહ્યું તેમણે લોકડાઉનમાં શરૂઆતના સમયમાં મુશ્કેલી થઇ હતી પરંતુ હવે તેમણે સારો અનુભવ થવા લાગ્યો છે. કપિલ દેવે કહ્યું કે તેમણે ગોલ્ફ માટે નેટ બનાવી છે. ગાર્ડનનું ધ્યાન રાખે છે. વર્કઆઉટ કરે છે. બપોર એક વાગ્યે ભોજન કરે છે. ઘરમાં સ્વચ્છતા રાખે છે. જૂતા પોલિશ કરે છે.