(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ તા.૨૫
આજે ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા એક પરિપત્ર જારી કરી ગુજરાત હાઇકોર્ટના આ દેશની જાણ કરવામાં આવી હતી. આ પરિપત્ર અનુસાર ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે કે, ગુજરાતની તમામ નીચલી અદાલતો જેમાં કમર્શિયલ કોર્ટસ, મોટર એકસીડન્ટ ટ્રિબ્યુનલ, ઈન્ડસ્ટ્રીયલ કોર્ટસ, ફેમિલી કોર્ટસ, સ્પેશિયલ કોર્ટસ વગેરે તમામ ગુજરાતની નીચલી અદાલતોને ફરી આદેશ ન થાય ત્યાં સુધી લોકડાઉન કરવામાં આવે છે અને પોલીસ રિમાન્ડ અને બેલ એપ્લિકેશનની સુનાવણી હાલ જે મુજબ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે મુજબ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કોરોના વાયરસને પગલે ગુજરાતની તમામ અદાલતોમાં ફક્ત તકતાલિક કેસોની જ સુનાવણી હાથ ધરવાનો એક આદેશ ગુજરાત હાઈકોર્ટે દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા હાઇકોર્ટે ઉપરોકત આદેશ કર્યા છે.