(એજન્સી) તા.ર૪
રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી અને બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલના પૂર્વ સીઈઓ પાર્થોદાસ ગુપ્તાના વોટ્સએપ ચેટ પર ભાજપ અને કેન્દ્ર નેતા કઈપણ કહેવાથી બચી રહ્યા છે. મુંબઈ પોલીસે ટીઆરપી સ્કેમ કેસમાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં આ ચેટના સ્ક્રિનશોર્ટ પુરાવા તરીકે રજૂ કર્યા છે. ચેટમાં અર્નબ ગોસ્વામી દાવો કરતા દેખાઈ રહ્યા છે કે, તમામ મંત્રી અમારી સાથે છે. આવામાં જો કોંગ્રેસની માંગ પર ગોસ્વામીના દાવાઓની જેપીસી તપાસ થાય છે તો સંસદ ખૂલતા જ ભાજપ અને કેન્દ્રના અનેક નેતાઓની મુશ્કેલીઓ વધી શકે છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીએ શુક્રવારે રાષ્ટ્રીય સુરક્ષાના ઉલ્લંઘન સત્તાવાર રાજ કાયદાના ઉલ્લંઘન અને સામેલ વ્યક્તિઓની ભૂમિકા પર સમયબદ્ધ તપાસની માંગ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સરકારની ટીકા કરતા જણાવ્યું કે, બજાઓને દેશભક્તિ અને રાષ્ટ્રવાદનું પ્રમાણપત્ર વહેંચનારા હવે સંપૂર્ણપણે બેનકાબ થઈ ગયા છે. એક કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, અમારૂં તેનાથી શું લેવા દેવા છે ? તેની પર પ્રતિક્રિયા કેમ આપીએ ? મંત્રીએ જણાવ્યું કે, ના તો સરકાર અને ના તો પાર્ટીને આ વાતથી કઈ લેવા-દેવા છે કે ગોસ્વામીએ કોઈની સાથે શું વાતચીત અત્યાર સુધી આ સાબિત થયું નથી કે, કોઈપણ પાર્ટીના કોઈપણ નેતાનું તેનાથી કોઈ લેવા દેવા અથવા તેની સાથે કઈ કરવું છે. કોંગ્રેસના આ આરોપ કે ગોસ્વામીને બાલાકોટ એર સ્ટ્રાઈક જેવા સંવેદનશીલ સૈન્ય અભિયાનો વિશે પહેલેથી જાણ હતી. તેની પર ભાજપ નેતાઓએ જણાવ્યું કે, ચેટમાં એવું કઈ ન હતું જે તે સમયે લોકોને ખબર ન હતી. પાર્ટી અને સરકારમાં અનેક નેતાઓએ પુલવામા હુમલાનો બદલો લેવા માટે નિર્ણાયક કાર્યવાહીની ચેતવણી આપી હતી. પોતાની ચેટમાં અરૂણ જેટલી, પ્રકાશ જાવડેકર અને પૂર્વંમંત્રી રાજ્યવર્ધન રાઠોર જેવા નેતાઓનું નામ લેતા ગોસ્વામીએ દાવો કર્યો હતો કે તમામ મંત્રી અમારી સાથે છે. તે ઉપરાંત પત્રકારે પીએમઓ સહિત રાજનૈતિક નેતૃત્ત્વની સાથે મધ્યસ્થતા કરવાની રજૂઆત કરી હતી.
Recent Comments