હિંમતનગર, તા.૨૪
તલોદ ખાતે સાબરકાંઠા પોલીસે પાંચ આરોપીઓને લૂંટમાં ગયેલ રોકડ રકમ તથા ગુનામાં વાપરેલ વાહનો તથા મોબાઇલો મળી કુલ રૂા.૩,૪૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં તલોદ ખાતે મજરા થી ટીઆર ચોકડી જતા રોડ ઉપર ટી વી.એસ શો રૂમ આગળ સ્પોટર્સ મોટર સાયકલ ઉપર આવેલ બે અજાણયા ઇસમો રૂા.૧,૯૦,૦૦૦/-ની રોકડ રકમ ભરેલ થેલાની બેગ લીફટીંગ કરી નાસી ગયેલ જે બાબતે તલોદ પોલીસ સ્ટેાશનમાં ગુનો દાખલ થયેલ જે ગુનાના કામે સદર અજાણ્યા મોટરસાયકલ ચાલક તથા તેની પાછળ બેઠેલ ઇસમ દ્વારા પોલીસ માટે પડકાર રૂપ બેગ લીફટીંગનો ગુનો શોધી કાઢવા માટે ચૈતન્ય રવિન્દ્ર મંડલીક, પોલીસ અધિક્ષક સાબરકાંઠા સહિત સ્ટાફના પોલીસ માણસોએ તેમજ બનાવ સ્થળની આજુબાજુના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી તેમજ ટેકનીકલ સર્વેલન્સ તથા પોકેટકોપ આધારે ગુનો શોધી કાઢવા બાતમીદારો સક્રીય કરી ગુનો શોધી કાઢવા જહેમત ઉઠાવી હતી અને તે દરમ્યાન પો.સ.ઇ. જે.પી. રાવ તથા ટીમે બાતમીદારથી બાતમી મેળવેલ કે, “અમીનપુર તળાવ ખાતે પાચેક ઇસમો એક કાળા કલરની એફઝેડ મો.સા. તથા એક સફેદ કલરના એકટીવા તથા એક મરૂન કલરના ટી.વી.એસ. મો.સા. સાથે એક કાપડનો થેલો લઇ ભાગબટાઇ માટે ભેગા થયેલ છે.’’ જે બાતમી આધારે આ જગ્યાને પંચો સાથે કોર્ડન કરી ભાથીજી ઉર્ફે અજીત ઉર્ફે માયા બાપુજી મકવાણા, આદીલ મહંમદઇલીયાસ શેખ, અલ્તાફ ઉર્ફે અલ્તુડી ઇદ્રીશભાઇ મેમણ, નવલ ધર્મેન્દ્રસિંહ મકવાણા, રોહીતજી જસવંતજી મકવાણાને કિં.રૂા.૩,૪૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે તા.૨૩/૬/૨૦૨૦ના મોજે અમીનપુર તળાવ પાસે, તા.પ્રાંતિજ, ખાતેથી અટક કરી હતી.