(સંવાદદાતા દ્વારા) ભાવનગર,તા.૮
તળાજા તાલુકાના પાદરી (ગો) ગામના સુરેશ જગજીવન નામના શખ્સ વિરૂદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત બુધવારે તેણી પોતાના ઘરે હતી ત્યારે ઉપરોક્ત શખ્સે પોતાના બે ભાઈઓ રમેશ જગજીવન અને ભરત જગજીવનની સાથે આવી તેણીને બળજબરીપૂર્વક ઝેરી દવા પીવડાવી નાસી છુટ્યા હતા. ઝેરી દવા પીવડાવનાર સુરેશ જગજીવને તેણી સાથે છ માસ દરમ્યાન તેણીની ઈચ્છા વિરૂદ્ધ ધાક-ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ નોંધાવેલી ફરિયાદના આધારે અલંગ પોલીસ મથકના પોસઈ સેંગલે સુરેશ જગજીવન, રમેશ જગજીવન અને ભરત જગજીવન વિરૂદ્ધ જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.