ભાવનગર, તા.૧૪
ભાવનગર જિલ્લાના તળાજા નજીક બે બાઈક સામ સામે અથડાતા ભાવનગર નજીકના ખરકડી ગામે રહેતા ઘનશ્યામભાઈ શંભુભાઈ ભટ્ટને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે તળાજાના સખાવદર ગામના જીેતન્દ્ર ગોરધનભાઈ બાંભણિયાની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભાવનગર જિલ્લાના પાલીતાણાના તળાવ વિસ્તારમાં રહેતા ઘનશ્યામ નાગજીભાઈ મકવાણા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધ ગત તા.૮મીના રોજ ધારાવાળીના ડેલા નજીકના મોક્ષ મંદિરની અંદર ઓરડીમાં કામ કરી રહ્યા હતા તે વેળાએ અકસ્માતે વંડી પરથી પડી જતા તેમને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન તેમનું કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.
તળાવા નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત : એક ગંભીર

Recent Comments