તસ્બીહ અથવા જમણા હાથની આંગળીના ટેરવાનો ઉપયોગ અવારનવાર અલ્લાહ સુબ્હાનહુ તઆલાની પ્રશંસા કરવા અને તેમને માન આપવા માટે થાય છે. તસ્બીહ ઈબાદતનુંઝિક્રનું એક સ્વરૂપ છે. જેમાં હઝરત મોહમ્મદ પયગમ્બર સાહેબ (...) પોતાની પુત્રી ફાતેમા (.રદિ.)ને જે તસ્બીહ પઢવાની સલાહ આપી હતી તે તસ્બીહનો સમગ્ર વિશ્વમાં રહેલા મુસ્લિમો સૌથી વધારે વખત પઢે છે.

જે તસ્બીહ છે સુબ્હાનલ્લાહ (૩૩ વખત), અલહમ્દુલિલ્લાહ (૩૩ વખત) અને અલ્લાહોઅકબર (૩૪ વખત). રમઝાનના પવિત્ર માસને ત્રણ અશરામાં વહેંચવામાં આવે છે. પ્રથમ દસ દિવસના અશરામાં અલ્લાહ પાસે રહેમત માંગવામાં આવે છે. તેને રહેમતનો અશરો કહેવાય છે. બીજા દસ દિવસનો અશરહ મગફિરતનો કહેવાય છે જેમાં અલ્લાહ પાસે માફી માંગવામાં આવે છે. જ્યારે ત્રીજા અશરહમાં જહન્નમથી પનાહ નિજાતછૂટકારો માંગવામાં આવે છે. જેને નજાતનો અશરહ કહેવાય છે. પ્રથમ તસવીરમાં પવિત્ર કિતાબ પર મૂકાયેલી તસ્બીહ અને ફૂલોની પાંદડીઓ રૂહાનિયતનો અહેસાસ કરાવી જાય છે. જ્યારે બીજી તસવીર કુદરતી પથ્થરમાં બનાવવામાં આવી છે જે અનોખો પ્રભાવ વ્યકત કરી જાય છે.