• વધુ ૧૧૪૭ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા • રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ ૧૪,ર૭૭ પૈકી ૭૧ દર્દી વેન્ટિલેટર ઉપર

અમદાવાદ, તા.૧૯
એક તરફ તહેવારોની સિઝન શરૂ થઈ છે ત્યારે બીજી તરફ રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે તે કદાચ યોગાનુયોગ હશે. પરંતુ કોરોના કેસોમાં નોંધાઈ રહેલો ઘટાડો હાલ તો રાહત આપે તેમ છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના નવા કેસનો આંકડો ૧૪૦૦થી ઘટીને ૧ર૦૦ની આસપાસ પહોંચી ગયો હતો. ત્યારે ગઈકાલે તો ૧૧૦૦ની નજીક આ આંકડો આવી ગયો હતો. ત્યારે સોમવારે તો નવા કેસોનો આંકડો એકદમ ઘટીને ૯૯૬એ પહોંચ્યો છે તેની સાથે મોતનો આંકડો કંઈક અંશે ઘટ્યો તેમ કહી શકાય. કેમ કે, રોજ સરેરાશ ૧૦થી ૧ર જેટલા મોત કોરોનાથી થાય છે ત્યારે સોમવારે મોતનો આંકડો આઠ જ હતો. રાજ્યમાં વધુ ૧૧૪૭ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે એટલે સાજા થવાનો દર ૮૮.૮પ ટકાએ પહોંચી ગયો છે.
વિગતવાર વાત કરીએ તો ગુજરાતના નાગરિકો માટે રાહતભર્યા સમાચાર એ છે કે, છેલ્લા ૧૯ દિવસમાં રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ખૂબ જ ઘટાડો થયો છે. રાજ્યમાં આજે તો ૧૦૦૦થી પણ ઓછા કેસ આવ્યા છે. આજે કોરોના વાયરસના કેસ માત્ર ત્રણ આંકડામાં આવ્યા છે. આજે કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ૯૯૬ પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૬૦,૭૨૨એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૮ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૬૪૬એ પહોંચ્યો છે. જ્યારે ૧૧૩૭ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત રાજ્યમાં સાજા થવાનો દર ૮૮.૮૫ ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં ૫૨,૧૯૨ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્યભરમાં ૫૪,૨૬,૬૨૧ ટેસ્ટ કરાયા છે.
કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં સુરત કોર્પોરેશન ૧૬૫, અમદાવાદ કોર્પોરેશન ૧૬૦, વડોદરા કોર્પોરેશન ૭૦, સુરત ૬૨, રાજકોટ કોર્પોરેશન ૫૬, જામનગર કોર્પોરેશન ૪૫, વડોદરા ૪૨, મહેસાણા ૩૨, રાજકોટ ૨૭, પાટણ ૨૬, ગાંધીનગર કોર્પોરેશન ૨૪, જામનગર ૨૧, કચ્છ ૨૧, અમદાવાદ ૧૮, અમરેલી ૧૮, બનાસકાંઠા ૧૬, ગાંધીનગર ૧૬, સુરેન્દ્રનગર ૧૫, સાબરકાંઠા ૧૪, મોરબી ૧૩, ગીર-સોમનાથ ૧૨, જૂનાગઢ ૧૨, ભરૂચ ૧૧, જૂનાગઢ કોર્પોરેશન ૧૧, પંચમહાલ ૧૦, નર્મદા ૯, ખેડા ૮, મહીસાગર ૮, નવસારી ૮, આણંદ ૭, દાહોદ ૬, વલસાડ ૬, ભાવનગર કોર્પોરેશન ૫, દેવભૂમિ દ્વારકા ૫, તાપી ૫, બોટાદ ૪, છોટાઉદેપુર ૪, અરવલ્લી ૩, ભાવનગર ૧, ડાંગ ૧ કેસ સામે આવ્યા છે.
મોતની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન ૩, સુરત કોર્પોરેશન ૨, સુરત ૧, વડોદરા ૧, વડોદરા કોર્પોરેશન ૧ વ્યક્તિએ દમ તોડ્યો હતો, આમ આજે વિતેલા ૨૪ કલાકમાં કુલ ૮ લોકોનાં મોત નિપજ્યા છે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૬૪૬એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧,૪૨,૭૯૯ નાગરિકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૪,૨૭૭ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૭૧ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૪,૨૦૬ સ્ટેબલ છે.