અમદાવાદ, તા.૧૧
મહામારી વચ્ચે રાજ્યમાં તહેવારો ઉપર પ્રતિબંધ અને પેટાચૂંટણી પ્રચારને લીલી ઝંડી આપી દેવાનો મામલો ચર્ચાની ચકડોળે ચડ્યો છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં દરરોજ થતાં કોરોનાના ટેસ્ટમાં ઘટાડો કરાતા નવા કેસોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. તેની પાછળનું કારણ શું હશે ? તે તો સરકાર જ જાણે પરંતુ જો ખરેખરમાં કોરોનાના કેસ ઘટતા હોય તો તે પ્રજા માટે રાહતરૂપ છે. વાત કરીએ આજે આવેલા નવા કેસોની તો વધુ ૧૧૮૧ નવા કેસ સાથે ૯ દર્દીએ કોરોના સામે દમ તોડી દીધો છે. જો કે આજે રાજ્યમાં સાજા થનારા દર્દીનો આંકડો ૧૪૧૩એ પહોંચ્યો છે. તો આજે પ૧,રપ૦ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૧,૫૧,૫૯૬એ પહોંચી ગયા છે.
વિગતવાર વાત કરીએ તો કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા ૧૪૦૦થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. ત્યાં જ આજે તો ૧૨૦૦થી પણ ઓછા કેસ આવ્યા છે આજે કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ૧૧૮૧ પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૫૧,૫૯૬એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૯ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૫૬૯એ પહોંચ્યો છે. રાજ્યમાં ૫૧,૨૫૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન ૧૭૬, અમદાવાદ કોર્પોરેશન ૧૬૮, રાજકોટ કોર્પોરેશન ૮૮, વડોદરા કોર્પોરેશન ૮૮, સુરત ૮૫, જામનગર કોર્પોરેશન ૬૭, મહેસાણા ૪૨, વડોદરા ૪૧, રાજકોટ ૩૫, જામનગર ૩૧, પાટણ ૨૪, ગાંધીનગર ૨૩, પંચમહાલ ૨૩, અમદાવાદ ૨૧, અમરેલી ૨૦, ભરૂચ ૨૦, સાબરકાંઠા ૧૯, ગાંધીનગર કોર્પોરેશન ૧૮, કચ્છ ૧૮, જુનાગઢ ૧૭, મોરબી ૧૫, સુરેન્દ્રનગર ૧૫, બનાસકાંઠા ૧૪, જુનાગઢ કોર્પોરેશન ૧૨, આણંદ ૧૧, ભાવનગર કોર્પોરેશન ૧૧, ગીર સોમનાથ ૧૧, ખેડા ૯, તાપી ૯, મહીસાગર ૭, નર્મદા ૭, અરવલ્લી ૬, દાહોદ ૬, દેવભૂમિ દ્વારકા ૬, નવસારી ૫, વલસાડ ૪, બોટાદ ૩, ભાવનગર ૨, પોરબંદર ૨, છોટા ઉદેપુર ૧, ડાંગ ૧ મળી કુલ ૧૧૮૧ કેસો મળ્યા છે. જ્યારે મોતની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન ૩, સુરત કોર્પોરેશન ૨, અમદાવાદ ૧, રાજકોટ કોર્પોરેશન, સુરત ૧, વડોદરા કોર્પોરેશન ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા ૨૪ કલાકમાં કુલ ૯ લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૫૬૯એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧૩૨૩૧૦ નાગરીકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૫,૭૧૭ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૮૬ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૫,૬૩૧ સ્ટેબલ છે. જ્યારે રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ પ,૯ર,૯૪ર લોકો ક્વોરન્ટાઈનની કેદમાં છે.