બોડેલી, તા.૧૯
બોડેલી તાલુકાના તાંદલજા ગામના શખ્શને તેની સાસરી ભાણદ્રાથી ટવેરા ગાડીમાં અપહરણકારો ઉઠાવી લાવીને માર માર્યો હતો. અપહૃયના કિસનતડવી અપહરણકારોની ચૂંગલમાંથી છટકી ભાગ્યા હતો. અને અન્ય યુવાન મિહીરને અપહરણકારોએ જાનથી મારી નાખી કેનાલમાં ફેંકી દેતા. પોલીસે બીજા બે આરોપીઓની અટક કરી હતી. આ કેસમાં કુલ ૬ આરોપીની અટક કરી જેલ ભેગા કર્યા છે. પોલીસે અપહરણકારો અને ખૂન કરનાર ચાર આરોપીઓ હિતેશભાઈ, પ્રકાશભાઈ શનાભાઈ તડવી, ઈશ્વરભાઈ મોતીભાઈ અને શનાભાઈ ભૂરાભાઈ તરબદા (ચારે રહે, તાંદલજા,)ની અટક કરી હતી. (ત્યારબાદ બે ફરાર આરોપી યુવરાજસિંહ મહેન્દ્રસિંહ ડોડીયા (રહે, છછાદરા) અને ભદ્રેશ કુમાર ચંદુલાલ તરબદા (રહે. તાંદલજા)ની અટક કરતા કુલ ૬ આરોપીને જેલ ભેગા કર્યા છે.