(એજન્સી) તા.ર૧
અઠવાડિયાના અંતે સઉદી અરેબિયા અને અલ્જેરિયામાં બરફ પડ્યો કારણ કે તાપમાન નીચે આવી ગયું હતું. રાજ્યમાં દક્ષિણી અસીર ક્ષેત્રના રહેવાસીઓએ ગુરૂવારે એક અત્યંત દુર્લભ હિમવર્ષા જોવામાં આવી, જ્યારે પર્વતીય વિસ્તારમાં તાપમાન શૂન્યથી ર ડિગ્રી સેલ્સિયસ નીચે જતું રહ્યું, જે અડધી સદીમાં સૌથી ઓછું નોંધવામાં આવ્યું. સ્થાનિક રહેવાસીઓ અને વિદેશીઓએ હિમથી ઢંકાયેલા રણ અને આસપાસના પર્વતોને જોવા માટે વિસ્તારમાં ભાગ લીધો. એસીરની આસપાસના વિસ્તારમાં ઊંટોને બરફના ભારે વહેણમાં ઊભા કરવામાં આવ્યા. જોર્ડનની સીમાથી અડીને આવેલા તબુકમાં રહેતા સઉદી અરબિયાએ પણ આ મહિને હવામાનના અસામાન્ય હોવાની સૂચના આપી છે. જાન્યુઆરી સામાન્ય રીતે સઉદી અરબમાં સૌથી ઠંડો મહિનો હોય છે. જેમાં તાપમાન ર૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે. જો કે, તબુકમાં ઠંડીની ઋતુ દરમ્યાન સરેરાશ ૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પડી જાય છે. ઉત્તરી આફ્રિકામાં, આ દરમ્યાન ઉત્તર પશ્ચિમી અલ્જિરિયન રણ શહેર એન સેફામાં પણ બરફ પડ્યો છે. દરિયાઈ તટથી લગભગ ૧૦૦૦ મીટર ઉપર એટલસ પર્વતમાં પોતાની સ્થિતિના કારણે ગેટવે ટુ ડેઝર્ટ તરીકે ઓળખાતા શહેરમાં તાપમાન બુધવારે શૂન્યથી ૩ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટેલું રહ્યું. રણ વિસ્તારોમાં હિમવર્ષા ખૂબ જ દુર્લભ છે. જો કે, સંપૂર્ણપણે અજ્ઞાત નહીં. રણની ઉપર ઠંડી હવાના ઉચ્ચ દબાણ સિસ્ટમ, રસ્તામાં નરમી થાય છે અને ખૂબ જ ઓછું તાપમાન સર્જે છે. પાછલા વર્ષે બગદાદમાં આ જ સદીમાં માત્ર બીજી વખત હિમવર્ષા થઈ હતી. ર૦૦૮માં શહેરમાં અંતિમ વખત હિમવર્ષા થઈ હતી. પરંતુ અનેક રહેવાસીઓએ જણાવ્યું કે આ પ્રથમ વખત હતું જ્યારે તેમણે ક્યારે બરફ જોયો હતો. ગરમીની ઋતુમાં પ૦ ડિગ્રી સેલ્સિયસના તાપમાનનો અનુભવ થાય છે, બગદાદના લોકોને ઠંડીની સરખામણીએ નરમી વધુ અનુભવાય છે.