(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૭
તાપી જિલ્લાના મહુવા તાલુકાના ઝેરવાવરા ગામ પાસે રોડનું પેચવર્કનું કામ કરતા બે મજૂરોને ટ્રક ચાલકે અડફેટમાં લેતા બે પૈકી એેક મજુરનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક મજુરના શરીરે ગંભીર ઈજાઓ પહોચાડી ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તાપી જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ગામના કન્ટ્રોલ ફળિયામાં રહેવાસી રમેશભાઈ કોકણીએ નોદ્વધાવેલી પોલીસ ફરિયાદની વિગતો એવી છે કે, ઉમરા સુથાર ફળિયાના જયંતીભાઈ ખંડુભાઇ પટેલ અને અન્ય ઈસમો મહુવા ઝેરવાવરા ગામ પાસે રોડનું પંચવર્કનું કામ કરતા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે (જીજે-૦૫-વીવી-૭૭૩૮) પૂરપાટ ઝડપે ટ્રક હંકારી રોડનું નામ કામ કરતા મજૂરોને અડફેટમાં લેતા જયંતીભાઈ પટેલના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે સાથી મજૂરોના શરીરે ઈજાઓ પહોચતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.