(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
સુરતના તાપી નદી પરના કેબલ સ્ટેઇઝ બ્રિજ પરથી એક મહિલાએ પોતાના વીસ દિવસના પુત્ર સાથે મોતની છલાંગ લગાવતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરના કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. જેમઓ મહિલાને બચાવવામાં તો સફળ રહ્યા હતા. પરંતુ મહિલાના બાળકની ભાળ મેળવી શક્યા ન હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અડાજણ- પાલ વિસ્તારમાં આવેલા એસએમસી આવાસમાં કામિની કમલેશ પરમાર નામની ૩૧ વર્ષિય મહિલા પોતાના પરિવાર સાથે રહે છે. જેણી ગર્ભવતિ હોય, ગત તા.૨૨મી જૂનના રોજ સિઝરથી એક પુત્રને જન્મ આપ્યો હતો. જેનું વજન ૧.૯ કિલો ગ્રામ હોવાનું જાણવા મળે છે. આ મહિલા નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. જેણી આજે અચાનક હોસ્પિટલમાંથી પુત્રને લઇને કોઇને કઇપણ જાણ કર્યા વગર ક્યાંક ચાલી નિકળી હતી. આ મહિલા તાપી નદી પરના કેબલ સ્ટેઇઝ બ્રિજ પાસે જઇ, પોતાનું પર્સ, ચપ્પલ અને દુપટ્ટો એક બાજુએ મુકી વીસ દિવસના પુત્ર સાથે નદીમાં ઝંપલાવી દીધું હતું. આ ઘટનાની જાણ થતાં જ સ્થળ પર લોકો એકત્રિત થઇ ગયા હતા. જેમણે બનાવ અંગે ફાયર બ્રિગ્રેડને જાણ કરી હતી. જેથી ફાયરના માણસો સ્થળ પર પહોંચી ગયા હતા. જેમણે નદીના પાણીમાં જંપલાવી મહિલાને તો બચાવી લીધી હતી. પરંતુ તેણીના પુત્રની ભાળ નહીં મળતાં તેની શોધખોળ ચાલું રાખ્યાનું જાણવા મળે છે. વધુમાં જાણવા મળ્યા મુજબ કામિનીને અગાઉ એક દીકરી જન્મી હતી, જેની મૃત્યું પામી હતી. જેણીનો પતિ કમલેશ રિક્ષા ચલાવી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ કામિનીને ડિલિવરી બાદ ખેંચ આવતી થઇ ગઇ હોવાથી તેણી આ બિમારીથી ત્રાસી ગઇ હતી. જેના કારણે પણ તેને આ ઘાતક પગલું ભર્યાનું જાણવા મળે છે. જોકે હાલ આ મહિલાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બનાવ અંગે પોલીસે નોંધ લઈ વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ઇચ્છાપોર તળાવમાં ડૂબી જતાં હર્ષ દિપક કોસંબીયા, ગૌરવક કેતન સેલર (બંને રહે. મંદિર મહોલ્લો, ઇચ્છા પોર, સુરત)ના મોત થયા હતા.