(એજન્સી) તા.૧૬
ઇતિહાસના અનેક પાનાઓ ચકાસવામાં આવે તો જાણ થશે કે બેઈજિંગ ૧૯૬૨ પહેલાની સ્થિતિ પર અડગ રહેશે. જોકે આ વખતે લાઈન ઓફ કન્ટ્રોલ પર કોમન પોઝિશન પર ભારતની સરહદમાં તેઓ ઘૂસણખોરી કરી ચૂક્યા છે અને તેના સૈનિકોએ પગપેસારો કરીને બંદૂકો પણ તાણી લીધી છે.
ડિસેમ્બર ૧૯૬૩ની વાત કરીએ તો તેના એક વર્ષ પૂર્વે જ નવેમ્બરમાં ભારત અને ચીન વચ્ચે સરહદે સંઘર્ષ થયો હતો. તેના પછી ચીનના વડાપ્રધાન ઝોઉ એનલાઈએ ઈજિપ્તના રાષ્ટ્રપતિ જમાલ અબ્દેલ નસ્સાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જો ભારતે એક્ચ્યુઅલ લાઈન ઓફ કન્ટ્રોલ વટાવી ન હોત તો અમારી સાથે કોઈ સંઘર્ષ ન થાત.
રાષ્ટ્રપતિ નસ્સાર સમક્ષ ઝોઉએ યુદ્ધ પહેલાની સ્થિતિ અંગે કહ્યું હતું કે ચીન ભારતની સરહદની સ્થિતિ અંગે સાચું કહું તો હવે બધું યોગ્ય છે. અમારી તરફથી સીઝફાયરને રોકવા માટે પહેલ કરવામાં આવી હતી અને ૨૦ કિમી અમારા સૈનિકો પાછા પણ હટી ગયા હતા. પરંતુ જો ભારતે પહેલ ન કરી તો હોત તો અમારી વચ્ચે યુદ્ધ ન થાત.
ઝોઉ અને નસ્સાર વચ્ચે થયેલી વાતચીતનો રેકોર્ડ હાલમાં પણ વિલસન સેન્ટર ડિઝિટલ આર્કાઈવ્સ પર ઉપલબ્ધ છે. તેમાં ઝોઉએ દાવો કર્યો હતો કે પશ્ચિમી સરહદે મેકમોહન લાઈન હતી જેને ભારત મેળવવા ઈચ્છતો હતો. પરંતુ આ વિસ્તાર ચીનનો છે અને રહેશે, જે અનેક સેંકડો વર્ષોથી ચીનની માલિકી હેઠળ છે. તેમણે ૧૯૫૪, ૧૯૫૬ અને ૧૯૫૭માં પણ આ જ દાવો કર્યો હતો. જોકે ભારતે ક્યારેય તેમના પ્રસ્તાવને ધ્યાન ન આપ્યું.