(સંવાદદાતા દ્વારા)
આણંદ,તા.૧૫
તમે એવું જરૂર સાંભળ્યું હશે કે કોઈ બાળકનો જન્મ દવાખાનામાં થયો છે, પણ એવું બહુ ઓછું જોવા અને સાંભળવા મળ્યું હશે કે બાળકનું જન્મ સ્થળ ૧૦૮ની એમ્બ્યુલન્સ છે. આવો જ એક બનાવ આણંદ જિલ્લાનાં તારાપુરમાં બન્યો છે કે જ્યાં ૧૦૮ની ટીમએ તાત્કાલીક મહિલાની પ્રસુતી એમ્બ્યુલન્સમાં જ કરાવીને બાળકનો જન્મ કરાવ્યો હતો.
તારાપુર તાલુકાના ગામમાં એક પ્રસુતિ મહિલા ભૂરીબેન શેલત કે જેમને અચાનક પ્રસુતિની પીડા થવા લાગી અને તેમના પતિ તરત જ ૧૦૮માં ફોન કરી અને તારાપુરની ૧૦૮ ઈએમટી ધવલભાઈ પટેલ અને પાયલોટ મહેશભાઈ વાળંદ તરતજ ઘટના સ્થળે પહોંચી ગયા. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચી ઈએમટી ધવલભાઈ પટેલ કે જે જેમને લાગ્યું કે માતાને પ્રસુતિની પીડા અસહ્ય થતી હતી અને ઈએમટીને લાગ્યું કે માતાને હોસ્પિટલ સુધી પહોંચાડવુ મુશ્કેલ છે માટે તેમને ત્યાં જ ઘટના સ્થળે ઈઆરસીપી ડૉક્ટરની સલાહ મુજબ માતાને ઓક્સિજન સપોર્ટ આપી અને ત્યાં જ પ્રસુતિ કરાવી અને માતા અને બાળક બંનેનો જીવ બચાવ્યો હતો.