(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૧
આરોપી પ્રદીપસિંહ ઉર્ફે બાપુ ચૌહાણની જામીન અરજી કોર્ટે ફગાવી છે. આરોપીએ જરૂરિયાત કરતા વધારે વ્યાજની વસૂલી કરી હતી. વાડજ પોલીસ મથકમાં થઈ હતી ફરિયાદ. અત્રે ઉલ્લેખનીય છે કે, ફરિયાદીએ આરોપી પાસેથી દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધેલા તેમાંથી વ્યાજ પેટે વીસ હજાર પાંચસો કાપી લીધેલા અને ૫ દિવસના હપ્તાના એડવાન્સ સાડા સાત હજાર કાપી લીધેલા અને ફરિયાદીને એક લાખ વીસ હજાર આપેલ તે વખતે એક કોરો ચેક તથા પ્રોમિસરી નોટ ઉપર સહી લઈ લીધેલ. ત્યારબાદ વ્યાજ પેટે ફરિયાદીએ ટુકડે-ટુકડે એક લાખ પનચોતેર હજાર ભરેલ. તેમ છતાં ફરિયાદીને ૨ લાખ રૂપિયા આપવા પડશે તેમ જણાવી અને ફરિયાદીનું મોટરસાયકલ ફરિયાદીના ઘરેથી લઈ ગયા હતા. તા.૧૩/૨/૨૦૨૦ના રોજ ફરિયાદીને ફોન કરી જણાવેલ કે, “તારી બયરીને વેચીને પણ પૈસા વસુલ કરીશુ અને સાંજે તારા ઘરે આવીશુ, તારે જેને બોલાવવા હોય તેને બોલાવી લેજે” અને પૈસા ન આપ્યાં તો જાનથી મારી નાખીશું. તેવી ધમકી આપતા ફરિયાદીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.