પોશીના, તા.૧૩
પોશીના તાલુકાના પત્રકાર સંગઠન દ્વારા જન જાગૃતિ ભાગ રૂપે પોશીના તાલુકામાં હાલ ચાલી રહેલ કોરોના મહામારી તેમજ દિવસે-દિવસ વધી રહેલા સંક્રમણને લઈ પ્રજાને જાગૃત કરવા આ વિસ્તારની પ્રજાને માસ્કનું મહત્ત્વ સમજાવી માસ્ક વગરના લોકોને વિના મૂલ્યે માસ્ક પહેરાવી લોક સેવાનું એક ઉમદા ઉદાહરણ પુરૂં પાડ્યું હતું. તેમજ પોશીના પત્રકાર સંગઠન દ્વારા વૃક્ષારોપણ કરી પ્રજાને વૃક્ષોનું મહત્ત્વ સમજાવી વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવવાની સલાહ આપી હતી. આ પ્રસંગે પોશીના મામલતદાર એસ.સી.ગોતિયા, આર.એફ.ઓ, વી.સી.ડાભી નોર્મલ રેન્જના આર.એફ.ઓ, ડી.પી નિનામાં, પોશીના સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઓફિસર મકવાણા, મેડિકલ ઓફિસર ડાભી તેમજ પોશીના પીએસઆઈ હાજર રહ્યાં હતા. (તસવીર : જાકીર મેમણ, પોશીના)