અમદાવાદ, તા.૧૯

ધો.૧૦ની પૂરક પરીક્ષા તા.રપ ઓગસ્ટથી શરૂ થનાર છે. આ પરીક્ષાના ઉમેદવારોની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની વેબસાઈટ પર મૂકાઈ છે. આ હોલ ટિકિટ શાળાઓએ વેબસાઈટ પરથી કાઢી તેની ખરાઈ કરી પરીક્ષાર્થીઓને આપવાની રહેશે. ધો.૧૦ની પૂરક પરીક્ષા રપ ઓગસ્ટથી શરૂ થનાર છે. ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાર્થીઓની હોલ ટિકિટ તા.૧૮ ઓગસ્ટે બોર્ડની વેબસાઈટ જજષ્ઠ.ખ્તજીહ્વરં.ૈહ, ખ્તજીહ્વરં.ૈહ અને ખ્તજીહ્વર્.ખ્તિ પર મૂકી છે. આ વેબસાઈટ પર શાળાઓએ શાળાનો ઈન્ડેક્ષ નંબર, શાળાનો નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈડી પરથી લોગઈન કરી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના પૂરક પરીક્ષા-ર૦ર૦ પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયોની ખરાઈ કરીને તેમાં પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી, પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચર્યના સહી-સિક્કા (અડધી સહી અને સિક્કા ફોટા પર આવે તે રીતે) કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે અને તેની સાથે પરીક્ષાર્થીઓને પરીક્ષા માટેની ધો.૧૦ની સૂચના (નં.૧થી ૧ર)ની પ્રિન્ટ પરીક્ષાર્થી અને આચાર્યની સહી સાથે ફરજિયાત આપવાની રહેશે. હોલ ટિકિટ સાથે ઓનલાઈન મૂકવામાં આવેલ વિતરણ યાદીમાં પ્રવેશપત્ર તથા સૂચનાપત્ર આપ્યા બદલની સહી લેવાની રહેશે. તેમજ પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની માધ્યમિક શાખાનો સંપર્ક કરવો. એમ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યું છે.