(એજન્સી) તા.૭
નામાંકિત સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડને માનવ અધિકારોના મુદ્દાઓ અંગે લેક્ચર આપવા માટે અમેરિકા અને કેનેડા જતા અટકાવવાના એક પ્રયાસરૂપે તિસ્તા અને તેમના પતિ જાવેદ આનંદ સામે અમદાવાદની ક્રાઇમ બ્રાંચે કેસ નોંધ્યા છે. ૨૦૧૦થી ૨૦૧૩ દરમિયાન તિસ્તાની એનજીઓ સબરંગ ટ્રસ્ટે કેન્દ્ર સરકાર પાસેથી કપટપૂર્વક ૧.૪ કરોડ રૂપિયાના ફંડ્‌સ મેળવવા બદલ આ કેસ નોંધવામાં આવ્યો છે. કેસનો મૂળ ફરિયાદી તિસ્તાની અન્ય સંસ્થા સિટીઝન્સ જસ્ટિસ એન્ડ પીસ (સીજેપી)નો ભૂતપૂર્વ કર્મચારી રઇસ ખાન પઠાણે કર્યો છે. સીજેપીના એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તિસ્તા સામે આ કેસ નોંધવાનો અર્થ તેમને વિદેશ જતા અટકાવવાની બળજબરીપૂર્વકની પદ્ધતિ છે. સેતલવાડને કેનેડાના ભારતીય મૂળના શીખો દ્વારા કેનેડામાં જલિયાંવાળા બાગના હત્યાકાંડના ૧૦૦મા વર્ષની ઉજવણી માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જલિયાંવાળા હત્યાકાંડના હત્યારા જનરલ ડાયરની પૂછપરછ અને ઉલટતપાસ કરનારી સમિતિમાં સેતલવાડના પરદાદા ચિમનલાલ સામેલ રહ્યા હોવાથી તિસ્તાની પસંદગી કરવામાં આવી છે. કેનેડાના પ્રવાસ પછી સેતલવાડ હાર્વર્ડ ખાતે અને અમેરિકાના અન્ય ઘણા શહેરોમાં પણ લેક્ચર આપવાના છે. તિસ્તાસેતલવાડ સામેના કેસમાં તેમની સામે સંપત્તિ પચાવી પાડવા, ગુનાઇત વિશ્વાસ ભંગ સહિતની ભારતીય ફોજદારી કાયદાની વિભિન્ન કલમો લગાડવામાં આવી છે. તેમની સામે મૂકાયેલા આારોપોમાં તેમની એનજીઓ ભૂતપૂર્વ યુપીએ સરકાર માટે તૈયાર કરાયેલી સામગ્રી દ્વારા વિસંવાદ ફેલાવવા અને રાજકારણ સાથે ધર્મને મિક્સ કરવા માગતી હોવાનો સમાવેશ થાય છે.
ખોજ (ઇનોવેશન) પ્રોજેક્ટની વિગતો આપતા સીજેપીએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ માટે સેતલવાડે સરકાર પાસે ભંડોળની માગણી કરી હતી. ૧૯૯૪માં સેતલવાડ અને આનંદે શાળાના બાળકો માટે એક કાર્યક્રમ શરૂ કર્યો હતો આ કાર્યક્રમને ‘ખોજ : એજ્યુકેશન ફોર પ્લુરલ ઇન્ડિયા’ નામ આપવામા આવ્યું હતું. આ પ્રોજેક્ટ મુંબઇ અને મહારાષ્ટ્રના અન્ય શહેરોની ખાનગી અને નગરપાલિકાઓ દ્વારા ચલાવવામાં આવતી શાળાઓમાં અમલી બનાવવામાં આવ્યો હતો.
સબરંગ વતી સેતલવાડે ૨૦૧૦ની ૮મી માર્ચે માનવ સંસાધન વિકાસ મંત્રાલય પાસેથી ગ્રાન્ટ્‌સ મેળવવા માટે એક દરખાસ્ત કરી હતી. નિવદેનમાં એવું જણાવવામાં આવ્યું છે કે સેતલવાડની આ દરખાસ્ત મંજૂુર થયા બાદ એનજીઓને નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨, ૨૦૧૨-૧૩ અને ૨૦૧૩-૧૪માં અનુક્રમે રૂ પિયા ૫૮,૭૨,૫૦૦ અને ૨૬,૬૬,૫૭૦ તેમ જ ૫૪,૨૦,૮૪૮ આપવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટથી ૧૯૨ સ્કૂલને ડાયરેક્ટ ટીચિંગ અને ટીચર ટ્રેનિંગ કાર્યક્રમો દ્વારા લાભ