(એજન્સી) તા.ર૭
તુર્કીના તટરક્ષક દળે હાલના મહિનામાં ૯૦૦થી વધુ શરણાર્થીઓને બચાવ્યા, જે ગ્રીક કોસ્ટ ગાર્ડ દ્વારા એજિયનમાં તુર્કી ક્ષેત્રીય પાણીમાં પરત ધકેલી દેવામાં આવ્યા હતા. નવા જીવન માટે શરણ ઈચ્છતા લોકો રબરની હોડીઓ પર યુરોપને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ખાસ કરીને તે વૃદ્ધ અને સતામણીથી ભાગી રહ્યા હતા. રર જૂનથી રર જુલાઈ સુધી કુલ ૯ર૯ શરણ ઈચ્છતા લોકોને ગ્રીક દળો દ્વારા પરત ધકેલી દેવામાં આવ્યા હતા. તેમાંથી લગભગ ૩૮૦ને ઈજમીર બાલિકેસિરમાં ર૩૮, કનકકલમાં ૧૬ર, મુગલામાં ૧૦૮ આયડિનમાં ર૪ અને અંતાલ્યામાં ૧૮ને બચાવવામાં આવ્યા.૧ જાન્યુઆરીથી રર જુલાઈનીવચ્ચે કુલ ર૯ શરણાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા. કોસ્ટ ગાર્ડ કમાન્ડ મુજબ ગ્રીસને પાર કરવાનો પ્રયાસ કરી રહેલા ૧ર૬૦૯ અનિયમિત પ્રવાસીઓને ૧ જાન્યુઆરી અને રર જુલાઈની વચ્ચે રાખવામાં આવ્યા હતા. ૧ જુલાઈથી રર જુલાઈ સુધી ૮૮૦થી વધુ પ્રવાસીઓને રાખવામાં આવ્યા હતા. તુર્કીના તટરક્ષકે શરણ ઈચ્છતા લોકોને કપડાં અને ભોજન આપી તેમની મદદ કરી આરોગ્ય કર્મચારીઓએ પણ ખરાબ આરોગ્ય સ્થિતિઓમાં શરણ ઈચ્છતા લોકોની સારવાર કરી તુર્કી શરણાર્થીઓ માટે એક મહત્ત્વપૂર્ણ પારગમન બિંદુ રહ્યું છે. જેનું લક્ષ્ય યુરોપના નવું જીવન શરૂ કરવા માટે પાર કરવાનું છે. દેશે આ વર્ષની શરૂઆતમાં યુરોપને પાર કરવાની માગ કરનારા અનિયમિત પ્રવાસીઓ માટે પોતાના બારણા ખોલી દીધા, જેમાં યુરોપીય સંઘ પર ર૦૧૬ના પ્રવાસી સોદા હેઠળ પોતાના વચનોને પૂરા કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો. તુર્કી વિશ્વના કોઈપણ દેશની સરખામણીમાં લગભગ ૪ મિલિયન સીરિયન લોકોની યજમાની કરે છે.