(એજન્સી) તા.૭
તુર્કીની એક યુનિ.એ અઝરબૈઝાન પર આર્મેનિયન હુમલાઓના પીડિતો માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી. કેન્દ્રીય સિવાસ રાજ્યના કયુમહુરિયટ યુનિ.ના અધ્યક્ષ અલીમ યિલ્ડિજે જણાવ્યું કે તે અઝરબૈઝાનના શહીદોના બાળકો માટે શિષ્યવૃત્તિ કાર્યક્રમ તૈયાર કરવાનું કામ કરી રહ્યા છે. તે અઝરબૈઝાન ફૂટબોલ ટીમ કારાબાખ એફકે માટે આયોજીત એક સ્વાગત સમારોહમાં બોલર રહ્યા હતા. ત્યારબાદ ફૂટબોલ ટીમના પ્રતિનિધિઓ અને કેટલાક અઝરબૈઝાનના લોકોએ તેમની ઓફિસની મુલાકાત લીધી. કેમ્પસમાં તુર્કી અને અજેરી ધ્વજ દ્વારા અઝરબૈઝાનના પ્રતિનિધિ મંડળનું સ્વાગત કરવામાં આવ્યું. યુનિ.ના અધ્યક્ષે ઉપરી કારાબાખ વિસ્તારમાં જારી સંઘર્ષને ધ્યાનમાં રાખતા અઝરબૈઝાનના લોકોની સાથે એકજૂથતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, અમે ઉપરી કારાબાખમાં હુમલામાં અઝરબૈઝાનના શહીદોના બાળકોની સંભાળ રાખીશું અને તેમને શિષ્યવૃત્તિ આપીશું. અઝરબૈઝાનના મુખ્ય અભિયોજક ઓફિસ મુજબ ર૭ સપ્ટેમ્બરથી સંઘર્ષ શરૂ થયો, જેમાં ૧૧ બાળકો સહિત ઓછામાં ઓછા ૯ર નાગરિકોના જીવ ગયા. ૪૦૦થી વધુ લોકો ઘાયલ થયા તેમાં ડઝનો બાળકો છે. આ હુમલાઓમાં અનેક હજારો ઘરો અને રહેણાંક ઈમારતો જમીન પર ધ્વસ્ત થઈ ગઈ.