(એજન્સી) તા.૮
તુર્કીની પ્રસિદ્ધ ટીવી સિરિયલ એર્તુગુલ ગાઝીની મુખ્ય સ્ટાર ર૭ વર્ષીય ઈસરા બિલકીસે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર પોસ્ટ કરી તો તેમને અંદાજ પણ ન હતો કે પાકિસ્તાન જેવા દેશમાં હોબાળો થઈ શકે છે.
હલીમા ખાતુનનું પાત્ર ભજવનારી બિલકીસ એક રાજકુમારી હતી. જેના લગ્ન એર્તુગુલ ગાઝી સાથે થયા હતા અને તે ઉસ્માની સામ્રાજ્યના સંસ્થાપક ઉસ્માનની મા હતી.
બ્રેલેટ અને બ્લેઝરમાં તેમની પર હજારો ટિપ્પણીઓ કરવામાં આવી અને તેમને જોરદાર ટ્રોલ કરવામાં આવ્યા. એક પ્રશંસકે કહ્યું કે અલ્લાહ જ્યારે તમને તમારા આ કૃત્યુ વિશે પૂછશે તો તમે શું જવાબ આપશો.
આજે તુર્કીની ટીવી સિરિયલ વૈશ્વિક સ્થાને હોલિવૂડ પછી બીજા ક્રમે છે. તુર્કી હવે ફ્રેન્ચ, સ્પેનિશ અને વિશ્વની કેટલીક ભાષાઓને પછાડી સૌથી વધુ દેખાતી વિદેશી ભાષા બની ગઈ છે. એર્તુગુલ ગાઝી પહેલા નેટફિલિસ પર લોકપ્રિય થઈ અને પછી ૭ર દેશોમાં તેને લાયસન્સ મળ્યું.
જ્યારે તેનું પ્રસારણ ટીઆરટી પર થયું તો યુટ્યુબ પર ગેમ ઓફ થ્રેન્સના પાત્ર જોન સ્નોથી વધુ તેને સર્ચ કરવામાં આવ્યું જેના શો ૧૦ દિવસ પહેલાં જ સમાપ્ત કરવામાં થયા હતા. આ એક ઈમોશનલ ડ્રામા છે જે તુર્કી અને મુસ્લિમ જગતની કલ્પનાઓ અને ચિંતાઓ રજૂ કરે છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયિપ એર્દોગને આ શોનો ઉપયોગ દેશની જનતાના હૃદયમાં ઉત્સાહ ભરવા માટે કર્યો. જનતાની સાથે જ વિદેશી નેતાઓના હૃદયમાં આ શો એ ખાસ સ્થાન બનાવ્યું. દક્ષિણ આફ્રિકાના સાંસદ અને નેલ્સન મંડેલાના પૌત્રએ એર્તુગુલ ગાઝીની શૂટિંગના સેટની મુલાકાત લીધી અને કાઈ કબિલાની વેશભૂષામાં તસવીરો ઉતારી. ત્યાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો એટલા પ્રભાવિત થયા કે તુર્ક ફિલ્મકાર બોજિડગે દાવો કર્યો કે શોના સેટની મુલાકાત લીધા પછી તેમણે ઈસ્લામ સ્વીકાર કરવા પર વિચાર કર્યો હતો.
પાકિસ્તાન એક માત્ર દેશ નથી જેની પર એર્તુગુલ ગાઝીનું ભૂત સવાર થયું. અરબી સ્પેનિશ અને રશિયન ભાષાઓ પછી ઉર્દૂ ચોથી એવી ભાષા છે જેમાં આ શોને ડબ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનના સરકારી ટીવી ચેનલ (પીટીવી)એ વડાપ્રધાન ઈમરાનખાનના આદેશ પછી રમઝાન દરમ્યાન શોના પ્રથમ સિઝનનું પ્રસારણ શરૂ કર્યું. ખાન સામાન્ય રીતે પોતાના ભાષપોમાં શોનો ઉલ્લેખ કરતા રહે છે. તેમણે હાલમાં જ જણાવ્યું હતું કે હોલીવૂડ અને બોલવૂડના માધ્યમથી પાકિસ્તાનની સંસ્કૃતિને પીડિત કરવામાં આવી રહી હતી પરંતુ હવે ‘ત્રીજી સંસ્કૃતિ’નો પ્રસાર થઈ રહ્યો છે. જે અમને રોમાન્સ અને ઈતિહાસની સાથે સાથે એક સંસ્કૃતિ તરફ માર્ગદર્શિત કરી રહી છે. એર્તુગુલના પ્રસારણ પછી પીટીવી યુટ્યુબ પર વિશ્વનું ૩૩મું ચેનલ બની ગયું. તેમનું કહેવું છે કે અમારા દેશોની સીમાઓ પરસ્પર નથી મળતી, પરંતુ જનતાના હૃદય એક છે.