(એજન્સી) અનાદોલુ,તા.૨૦
તુર્કીએ ગુરુવારે અમેરિકાના સચિવ માઈક પોમ્પિયોની કબજે કરાયેલ વેસ્ટબેંકની ઇઝરાયેલી વસાહતોની મુલાકાત બદલ ઝાટકણી કાઢી. અનાદોલુ એજન્સીએ રિપોર્ટ આપ્યા હતા. તુર્કીના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડી જણાવ્યું છે કે પોમ્પિયાની આ મુલાકાતનો ઉદ્દેશ્ય કબજે કરાયેલ પેલેસ્ટીનમાં ઇઝરાયેલના કરાયેલ ગેરકાયદેસર કૃત્યોને કાયદાકીય સમર્થન આપવાનું છે. આ પગલાને અતિશય ગંભીર ગણાવી. એમણે કહ્યું કે આ મુલાકાત આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને યુએન દ્વારા ૨૦૧૬માં પસાર કરાયેલ ઠરાવ ૨૩૩૪નું સ્પષ્ટ ઉલ્લંઘન છે જે ઠરાવ યુએન સુરક્ષા પરિષદ દ્વારા પસાર કરાયો હતો જેના કાયમી સભ્ય તરીકે અમેરિકા પણ છે. એમણે ઉમેર્યું કે આ પ્રકારના બેજવાબદાર અને એકપક્ષીય પગલાઓથી ઇઝરાયેલ-પેલેસ્ટીન સંઘર્ષ ઉકેલવાના સ્થાપિત આંતરરાષ્ટ્રીય માપદંડો, સંબંધિત યુએન ઠરાવો અને પેલેસ્ટીનીઓેની સ્વતંત્રતા અને અધિકારોને કોઈ નુકસાન થવાનું નથી. ગણતરીપૂર્વક લીધેલ આ પ્રકારના પગલાંઓ અર્થવિહીન થવાના છે, અમે અમારા પેલેસ્ટીની ભાઈઓ અને બહેનોના આંતરરાષ્ટ્રીય કાયદાઓ દ્વારા ઉદભવતા કાયદાકીય અધિકારોના રક્ષણ માટે હંમેશા તત્પર રહીશું.
Recent Comments