(એજન્સી) તા.રર
તુર્કીના પરિવહન અને ઈન્ફ્રાસ્ટ્રકચર મંત્રી આદિલ કારૈસમેઈલોગ્વુના જણાવ્યા અનુસાર ઈસ્તંબુલ-તહેરાન-ઈસ્લામાબાદ (આઈટીઆઈ)ની ટ્રેન આવતા વર્ષે કામગીરી ફરીથી શરૂ કરે તેવી સંભાવના છે. સેવાના પુનર્જીવન માટેની મુખ્ય આવશ્યકતાઓ પૂર્ણ થયા પછી આમ થશે. ઈસ્તંબુલમાં આર્થિક સહકાર સંગઠન (ઈસીઓ)ની સંયુક્ત બેઠકની ૧૦મી આવૃત્તિ વખતે બોલતા, આદિલે જણાવ્યું હતું કે આ રેલવે લાઈન પ્રોજેક્ટ વિશેષરૂપે ઈસ્તંબુલ, તેહરાન અને ઈસ્લામાબાદ વચ્ચેના આર્થિક સંબંધોને વેગ આપવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ રેલ રૂટ ૬,પ૦૦ કિ.મી.નો કુલ અંતર આવરી લે છે. તે ઈરાનમાં ર,૬૦૦ કિ.મી. તુર્કીમાં ૧,૯પ૦ કિ.મી. અને પાકિસ્તાનમાં ૧,૯૯૦ કિ.મી.ની લંબાઈમાં ફેલાયેલ છે. આઈટીઆઈના આ ઢાંચાની શરૂઆત ર૦૦૯માં કરવામાં આવી હતી અને તે ઈસીઓ હેઠળ એક પ્રોજેક્ટ તરીકે અસ્તિત્વમાં છે.
Recent Comments