(એજન્સી) અંકારા, તા.૧૨
તુર્કીના આગેવાન ધંધાકીય સંગઠનોએ સઉદી અરબને જણાવ્યું છે કે, તેઓ એમના દેશમાં તુર્કીના ઉત્પાદનોના પ્રવેશને નહીં અટકાવે, એ સાથે ચેતવણી આપી કે આ પગલાઓથી બંને દેશના અર્થતંત્રો ઉપર અવળી અસર પડશે. શનિવારે બહાર પડાયેલ એક નિવેદનમાં તુર્કીના આઠ મોટા ધંધાકીય સંગઠનોએ જણાવ્યું હતું કે એમના દેશની સરકારે એમની પાસેથી બાંહેધરી લીધી છે કે, તેઓ તુર્કીની વસ્તુઓની આયાત બંધ કરશે, એ માટે અમોએ તુર્કીના કોન્ટ્રાક્ટરોને ટેન્ડરોમાંથી બાકાત રાખ્યું છે. ઔદ્યોગિક નેતાઓ, નિકાસકારો, કોન્ટ્રાક્ટરો અને યુનિયનોએ જણાવ્યું કે આ મુદ્દો દ્વિપક્ષીય આર્થિક સંબંધોને નબળા કરશે અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં મુશ્કેલીઓ ઊભી કરશે. બે દેશો વચ્ચે વેપારને બંધ કરવાના અધિકૃત અથવા બિનઅધિકૃત પ્રયાસોની નકારત્મક અસરો દેશ અને દેશના લોકો ઉપર પડશે. ગયા અઠવાડિયે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને જાહેરાત કરી હતી કે, એમના દેશની સેનાએ કતારમાં અખાતના દેશોમાં સુરક્ષા સ્થિર કરવામાં મદદ કરી હતી આ નિવેદન પછી સઉદીના પ્રિન્સ અબ્દુલ રહમાન બિન મુસાદે તુર્કીની આયાતોના બહિષ્કાર કરવા જણાવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં સમાચારો મળ્યા હતા કે, સઉદી સરકાર સ્થાનિક ધંધાર્થીઓ ઉપર દબાણ કરી રહી હતી કે, તેઓ તુર્કીના અનધિકૃત બહિષ્કારને પ્રોત્સાહન આપવા એમના ઉદ્યોગો સાથે વેપાર નહીં કરે. તુર્કીમાંથી માલ લઇ આવતી ટ્રકોને જપ્ત કર્યા પછી બંને દેશો વચ્ચે તંગદિલી વધી હતી. સઉદીના પ્રિન્સ અબ્દુલ્લાહ બિન સુલતાન અલ સૌદે કહ્યું હતું કે, જ્યાં સુધી અંકારા એમની સઉદી સાથેની નીતિ અંગે સમીક્ષા નહીં કરે ત્યાં સુધી તુર્કી અને એમના ઉત્પાદનોનો બહિષ્કાર કરો. ગયા વર્ષે એક અન્ય ઘટનામાં રિયાધે કાપડ અને કેમિકલ લાવતી તુર્કીની અનેક ટ્રકોને સઉદીની બોર્ડર ઉપર રોકી હતી.
Recent Comments