(એજન્સી) તા.૧૩
એક તુર્કીશ ફાઉન્ડેશને ઉત્તર પશ્ચિમ સીરિયાના ઈદલિબ ક્ષેત્રના નિરાશ્રિત પરિવારો માટે ૬૦૦ નવા મકાનો બનાવ્યા, એમ સોમવારે જૂથે જાહેર કર્યું. એનાદોલુ એજન્સીનો અહેવાલ. તુર્કી ડિપાનેટ ફાઉન્ડેશન (ટીડીવી)ના ઉપપ્રમુખ ઈહસાન અસીકે કહ્યું કે ફાઉન્ડેશનનું ગુડનેસ હાઉસિંગ પ્રોજેકટનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો. તંબૂમાં મુશ્કેલ પરિસ્થિતિમાં જીવવા માટે સંઘર્ષ કરી રહેલા (સીરિયન ગૃહયુદ્ધની વચ્ચે) આ સ્થળાંતરિત પરિવારો માટે આ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો. તેમના પ્રવચનમાં અસીકે કહ્યું કે પરિવારોએ તેના નવા નિવાસની ચાવીઓ મેળવી લીધી છે અને ઉમેર્યું હતું કે યુદ્ધ પીડિત પરિવારો માટે આશરે પ,૦૦૦ મકાનોનું નિર્માણ કરવામાં આવશે. અસીકે ધ્યાન દોર્યું હતું કે પરિવારો હવે સહન થઈ શકે તેવી યોગ્ય પરિસ્થિતિમાં જીવી શકશે. ઉનાળા અને શિયાળા બંનેમાં તંબુમાં જીવન પસાર કરવું ખૂબ મુશ્કેલ છે. અમારા દાતાઓ અને નાગરિકોએ આ પ્રોજેકટ માટે ભવ્ય સમર્થન દર્શાવ્યું હતું. અમારા વિશ્વાસુ રાષ્ટ્રના ટેકાથી અમે ટૂંકા સમયગાળામાં ૬૦૦ મકાનોને નિર્માણકાર્ય પૂર્ણ કર્યું. આવનારા સમયગાળામાં મને આશા છે કે કોઈપણ પરિવારોને તંબુ સંકુલોમાં રહેવું નહીં પડે એમ અસીકે કહ્યું. ર૮ ચો.મી. મકાનો કોંક્રિટથી બનેલા છે. જેની છતો પણ કોંક્રિટથી બનેલી છે. આ મકાનોમાં બે રૂમ, એક બાથરૂમ, એક શૌચાલય અને એક રસોડું છે. જેમાં પ્લમ્બિંગ અને ગટર સહિત સંપૂર્ણ માળખાગત સુવિધાઓ છે. અસીકે ઉમેર્યું કે મકાન આવાસોના નિર્માણ માટે ટીડીવી વ્યક્તિગત દાન સ્વીકારે છે. જેમાં એક આવાસની કિંમત ૬,૦૦૦ તુર્કીશ લીરા છે.(૭૬ર ડોલર). સમારોહ ખતમ થયા પછી, અસીક અને તેમની સાથેના પ્રતિનિધિ મંડળે ઈમાન-ઝમઝમ શિબિરો અને અમ્માર બિન યાસર શાખાના અનાથ આશ્રયસ્થાનોની મુલકાત લીધી.
Recent Comments