(એજન્સી) તા.૧ર
તુર્કીના વિદેશમંત્રીએ અંકારાની વિરૂદ્ધ યુરોપીય સંઘના પ્રતિબંધોની ટીકા કરતા તેને ગેરકાયદેસર બતાવ્યા. મોલુદ ચાઉશ ઓગ્લુએ શુક્રવારે જણાવ્યું કે, અંકારા ઈચ્છે છે કે યુરોપીય સંઘ, પૂર્વ મેડિટેરેનિયન સી વિવાદમાં યોગ્ય રોલ ભજવે. તેમણે જણાવ્યું કે તેમનો દેશ યુરોપીય સંઘની ૧૦ ડિસેમ્બરની બેઠકમાં અપનાવવામાં આવેલી ગેરકાયદેસર તેમજ અયોગ્ય રણનીતિને નથી માનતું. ઉલ્લેખનીય છે કે તુર્કીએ ઊર્જાના સ્ત્રોતોમાં ખાસ રીતે ગેસની જાણ કરવા માટે પોતાની દક્ષિણી તટો ખાસ કરીને પૂર્વ સાઈપ્રસના પૂર્વોત્તર અને તુર્કી-લીબિયાના જળ માર્ગમાં ખોદકામ અભિયાન શરૂ કર્યું છે. તુર્કીના આ પગલાં અને યુનાન તેમજ સાઈપ્રસથી તેમના વિવાદના કારણે, યુરોપીય સંઘમાં નેતાઓએ ૧૦ ડિસેમ્બરની બેઠકમાં અંકારાની વિરૂદ્ધ પ્રતિબંધની જાહેરાત કરી. તે ઉપરાંત યુરોપીય સંઘ લીબિયામાં તુર્કીના સૈન્ય હસ્તક્ષેપ અને આર્મિનિયાની સાથે કરેબાગ વિવાદમાં અઝરબૈઝાન ગણ રાજ્યની સાથે અંકારા ફોર્સેજના ભાગ લેવાથી રાજી નથી. કરેબાગ યુદ્ધના પરિણામના અઝરબૈઝાનના હકમાં થયા પછીથી યુરોપીય સંઘ તુર્કીથી નારાજ ચાલી રહ્યું છે. આ એવી સ્થિતિમાં છે કે તુર્કી નાટો સંગઠનમાં યુરોપીય સંઘનું એક ઘટક છે અને આ સંઘની સભ્યતાના ઉમેદવાર પણ સમજવામાં આવે છે.