(એજન્સી) તા.૧ર
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયિપ એર્દોગને કહ્યું કે તુર્કી અને રશિયા નાગોર્નો-કારાબાખમાં અઝારબૈજાન અને આર્મેનિયા દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામ કરાર પર સંયુક્ત રીતે નજર રાખશે એમ તુર્કીના રાષ્ટ્રપતિ કાર્યાલયે જાહેરાત કરી હતી. કાર્યાલયે જણાવ્યું કે એર્દોગને ગઈકાલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીતમાં એક સંયુક્ત કેન્દ્રની રચના કરવા અંગે ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ એર્દોગને જણાવ્યું હતું કે અઝારબૈજાને જે પ્રદેશોને આર્મેનિયાના કબજામાંથી બચાવી લીધા હતા ત્યાં અઝારબૈજાન દ્વારા નિયુક્ત સ્થળે સંયુક્ત કેન્દ્ર દ્વારા તુર્કી, રશિયા સાથે મળીને દેખરેખ અને નજર રાખવાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશે. તેમણે વિસ્થાપિત અઝરીઝને પાછા ફરવાની મંજૂરી આપવા માટે અઝારબૈજાન અને નાખચિવાન વિસ્તાર વચ્ચે એક કોરિડોર ખોલવાના મહત્ત્વ પર ભાર આપ્યો. યુદ્ધવિરામની જાહેરાત પછી, આર્મેનિયાના વિરોધ પ્રદર્શનીકારો દેશની સંસદમાં ધસી આવ્યા હતા. કારણ કે સત્તાધિકારીઓએ અઝારબૈજાનને પ્રદેશો સોંપવા અંગે સંમતિ દેખાડી હતી. રવિવારે જ્યારે અઝારબૈજાને વ્યૂહાત્મક મહત્વપૂર્ણ શહેર શુશા પર કબજો કરી લીધો હતો ત્યારબાદ યુદ્ધવિરામ કરાર અને શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
Recent Comments