(એજન્સી) તા.ર૧
સમાચાર મુજબ તુર્કીએ બુધવારે ૧૧૦૦૦૦ ટન લોટ અને ગુવાર જરૂરતમંદ દેશોને મદદ તરીકે મોકલશે. રાજપત્રમાં પ્રકાશિત એક અધ્યક્ષીય ડિક્રી મુજબ તુર્કી અનાજ બોર્ડ તુર્કી રેડ ક્રેસેન્ટને ૧૦૦૦૦૦ ટન લોટ અને ૧૦૦૦૦ ટન શાકભાજી સપ્લાય કરશે, જે જરૂરતમંદ લોકોને વિતરીત કરવામાં આવશે. આપત્તિ અને ઈમરજન્સી મેનેજમેન્ટ ટ્રિબ્યુનલ (એએફએડી) પરિવહન અને તુર્કી રેડ ક્રેસેન્ટ વિતરણમાં મદદ કરશે. ર૦૧૧ના શરૂઆતી દિવસોથી સીરિયા એક ગૃહયુદ્ધમાં કેદ છે જ્યારે બશર અલ-અસદ શાસને લોકતંત્ર પર અપ્રત્યશિત ગતિથી વિરોધ કર્યો.