(એજન્સી)                                    તા.૧૬

તુર્કીના વિદેશમંત્રી ચાવુશ ઓગલુએ જણાવ્યું છે કે, ફ્રાન્સ, યુનાન અને સાઈપ્રસના યુનાની મૂળના ક્ષેત્રવાસી અંકારાની વિરૂદ્ધ પ્રતિબંધ લગાવવા ઈચ્છે છે. તુર્કીના સરકારી ટીવી મુજબ આ દેશના વિદેશમંત્રીએ જણાવ્યું છે કે અંકારા, મેડીટ્રેનિયન દરિયાના પૂર્વ વિસ્તાર વિશે પોતાની નીતિ પર અડગ છે. ઓગલુએ જણાવ્યું કે અમે પોતાના લક્ષ્યોને મેળવવા ઈચ્છીએ છીએ. તેમણે જણાવ્યું કે હવે જો યુનાન વિવાદિત નકશા પર ભાર આપે છે તો પછી તણાવ ઓછો નહીં થાય. તુર્કીના વિદેશમંત્રી ઓગલુએ આ જ રીતે અંકારા, પૂર્વ મેડિટ્રેનિયન દરિયામાં પોતાની નીતિઓથી પાછળ નહીં હટે. જાણ થાય કે, યુનાનનું આ માનવું છે કે પૂર્વ મેડિટ્રેનિયન દરિયામાં તુર્કી, ખોદકામનું જે કામ કરી રહ્યું છે તે ગેરકાયદેસર છે જ્યારે તુર્કીનું માનવું છે કે આ કાયદેસર છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ ભૂમધ્ય સાગરમાં તુર્કી અને યુનાનની વચ્ચે તણાવ પોતાની ચરમસીમા પર પહોંચી ગયો છે. કાસ્ટીલોરીજો દ્વીપ તુર્કી, યુનાનથી નારાજ છે. આ દ્વીપ તુર્કીના જળક્ષેત્રથી માત્ર બે કિલોમીટરના અંતરે છે. યુનાનનું કહેવું છે કે આ દ્વીપની આજુબાજુનું પાણી યુનાનનું છે પરંતુ તુર્કીનું કહેવું છે કે દ્વીપની આસપાસનું જળક્ષેત્ર યુનાનનું નથી પરંતુ તુર્કીનું છે. હવે બંને પક્ષોની વચ્ચે અથડામણની આશંકા વધી ગઈ છે. તુર્કીએ જણાવ્યું છે કે તે પાછળ હટવા માટે તૈયાર નથી જ્યારે યુરોપીય સંઘે જણાવ્યું છે કે તે આ મુદ્દે યુનાનની સાથે છે.