(એજન્સી) અનાદોલુ, તા.૧૦
તુર્કી મેઈસ ટાપુની ફરતે ૧૦ નોટિકલ અથવા એરસ્પેસ ઉપર એમની સ્વાયતત્તાના અધિકારો સાથે ક્યારે પણ સમાધાન કરશે નહીં. એમ તુર્કીના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.
તુર્કીના વિદેશ મંત્રાલયે ગ્રીક વિદેશ મંત્રી નિકોસ દેન્દિઅસ દ્વારા લખાયેલ એક લેખના સંદર્ભે એનો પ્રતિસાદ આપતા જણાવ્યું કે કે અમે તુર્કી ઉપર મેઈસ/કસ્ત્લ્લોરીઝો અથવા ૧૦ નોટિકલ માઈલ અથવા એરસ્પેસ ઉપર મુકાયેલ પ્રતિબંધો સામે પોતાની સ્વાયતત્તા સાથે કયારે પણ સમાધાન કરશે નહીં. મંત્રાલયે નોંધ્યું કે યુરોપના બગડેલ બાળક જેવા ગ્રીસનો ઉદ્દેશ્ય એમના મહત્તમવાદી, ગેરકાયદેસર દરિયાઇ બાઉન્ડ્રી અને એરસ્પેસ દાવાના આધારે યુરોપીય યુનિયનને તુર્કી પર પ્રતિબંધો મૂકવા માટે ઉશ્કેરવાનો છે. નિવેદનમાં ઉમેર્યું કે ગ્રીસે વહેલા મોડે તુર્કી સાથે બિનશરતી વાતચીત કરવા માટે આગળ આવવું જ પડશે.
હાલમાં આ ક્ષેત્રમાં ચાલી રહેલ તંગદિલી વચ્ચે ગ્રીસે યુરોપીય યુનિયનના સભ્યો ઉપર દબાણો વધાર્યા છે જેથી યુરોપીય યુનિયનના નેતાઓના સંમેલનમાં તુર્કી ઉપર પ્રતિબંધો મૂકી શકાય. તુર્કી પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે એમણે ગ્રીકના મેરીટાઈમ સીમાઓના દાવાને નકારી કાઢ્યો હતો, એમણે કહ્યું કે આ વધારાના દાવાઓ તુર્કીના સ્વાયતત્તાનો અધિકારોનું ભંગ છે. અંકારાએ આ વિસ્તારમાં પોતાનો અને ઉત્તરીય સાયપ્રસનો અધિકાર જણાવી પાછલા અઠવાડિયાઓમાં અમુક ડ્રિલ શિપો પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં મોકલી હતી. તુર્કીના નેતાઓ વારંવાર કહે છે કે અંકારા બધા પ્રશ્નો આંતરરાષ્ટ્રીય કાયદાઓ, સારા પાડોશી દેશોના સંબંધો અને વાતચીત દ્વારા ઉકેલવાની તરફેણ કરે છે.