(એજન્સી) તા.૧પ
તુર્કીના વિદેશ મંત્રાલયે સોમવારે જણાવ્યું કે સીરિયા અને લીબિયાના ઘટનાક્રમોના નવા સમય માટે તુર્કી અને રશિયન અધિકારી આ અઠવાડિયે અંકારામાં બેઠક કરશે જ્યાં બંને દેશ વિરોધ કરી રહ્યા છે. મંત્રાલયે જણાવ્યું કે, લીબિયા અને સીરિયા પર તુર્કી અને રશિયાના અંતર પ્રતિનિધિ મંડળોની વચ્ચે ચર્ચા અંકારામાં ૧પ-૧૬ સપ્ટેમ્બર ર૦ર૦એ ટેકનિકલ સ્તર પર જારી રહેશે.
અંકારા અને મોસ્કો લીબિયાના યુદ્ધમાં મુખ્ય શક્તિ દળ છે અને એક કાયમી યુદ્ધવિરામ અને રાજનૈતિક સમજૂતી પર વાતચીત કરી રહ્યા છે. રશિયા ખલીફા હફતારના પૂર્વ આધારિત દળોનું સમર્થન કરે છે. જ્યારે તુર્કીએ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવેલ સરકારી નેશનલ એકોર્ડ (જીએનએ)ને હફતારના આક્રમણને રોકવામાં મદદ કરી છે.
પાછલા મહિના જીએનએએ લીબિયામાં સંઘર્ષ વિરામની જાહેરાત કરી અને તેલ સુવિધાઓ પર પ્રતિબંધને ઊઠાવવાનું આહવાન કર્યું. અગુલાઈ સાલેહ જે પૂર્વમાં એક હરિફ સંસદના નેતા હતા. તેમણે પણ શત્રુતા રોકવાનું આહ્‌વાન કર્યું પરંતુ હફતાર જેને મિસર અને સંયુક્ત અરબ અમીરાતનું સમર્થન પણ છે. તેણે આ પગલાને નકારી કાઢ્યું. અંકારા અને મોસ્કોએ પણ સીરિયામાં વિરોધી પક્ષોનો વિરોધ કર્યો.ે રશિયા, ઈરાનની સાથે, રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સેનાઓનું સમર્થન કરે છે અને તુર્કી વિદ્રોહીઓને કાઢવા ઈચ્છે છે. હિંસામાં વૃદ્ધિ પછી લગભગ ૧ મિલિયન લોકો વિસ્થાપિત થયા અને બંને પક્ષો લગભગ અથડાયા. બંને પક્ષોએ જણાવ્યું કે સંઘર્ષ વિરામ નજીવા ઉલ્લંઘન છતાં આયોજિત કરવામાં આવ્યું છે. મોસ્કોમાં ૩૧ ઓક્ટોબરથી ૧ સપ્ટેમ્બર સુધી અંતિમ તબક્કાની ચર્ચા થઈ.