(એજન્સી) તા.ર૮
તુર્કીના વિદેશમંત્રી મેવલુત કાવુસોગ્લુએ જણાવ્યું કે તેમણે દ્વિપક્ષીય સંબંધો અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે પોતાના સઉદી સમકક્ષની સાથે બેઠક કરી. કોવુસોગ્લુએ એક ટિ્‌વટમાં જણાવ્યું કે ફેસલ બિન ફરહાન અલ-સઉદની સામે પ્રમાણિકતાની બેઠક સંગઠનના ઈસ્લામિક સહયોગ સંગઠનના વિદેશ મંત્રીઓના ૪૭માં સત્રના અવસર પર કરવામાં આવી. કોવુસોગ્લુએ જણાવ્યું કે એક મજબૂત તુર્કી સઉદી ભાગીદારીથી ના માત્ર અમારા દેશોને પરંતુ સંપૂર્ણ ક્ષેત્રને લાભ થાય છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયિપ એર્દોગન અને સઉદી કિંગ સલમાન બિન અબ્દુલઅઝીઝે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી અને સંબંધોમાં સુધારો કરવા અને ચાલી રહેલા વિવાદોનો ઉકેલ લાવવા માટે એક સંવાદ ચેનલ ખુલ્લી રાખવા પર સંમતિ વ્યક્ત કરી. એક અલગ પોસ્ટમાં તુર્કીના ટોચના રાજદ્વારીએ જણાવ્યું કે તેમણે ઓઆઈસી દ્વારા આયોજિત વિદેશી મંત્રીઓની યુવા પરિષદમાં ભાગ લીધો. તેમણે જણાવ્યું કે આ જ પ્રકારની સભાઓની સાથે એક મુસ્લિમ યુવાઓની ગતિશીલતાને અનુભવી શકીએ છીએ. ઉમ્માને પડકારોથી પહોંચી વળવા માટે યુવાનોની ઊર્જા પર વિશ્વાસ છે.