તા.૬
વર્ષ ૧૯૮૪નો વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ ઘણો ચર્ચાસ્પદ રહ્યો હતો કારણ કે, ઈંગ્લેન્ડના તેના ઘરઆંગણે ટેસ્ટ સીરિઝમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ૦-પથી કારમો વ્હાઈટ વોશ થયો હતો. સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝના ઘણા ખેલાડીઓએ ટીમને જીતાડવા નોંધપાત્ર ભાગ ભજવ્યો હતો પણ માલ્કમ માર્શલે કંઈક જુદું જ પરાક્રમ કર્યું હતું જ્યારે તેણે તૂટેલા હાથે પણ ટેસ્ટમાં તેની ટીમને જીતાડી હતી. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના લેરી ગોમ્સ અને માઈકલ હોલ્ડીંગ પીચ પર હતા અને તે બન્નેની વચ્ચે ૮ર રનની ભાગીદારી થઈ હતી અને હોલ્ડીંગે અર્ધસદી ફટકારી હતી. જોએલ ગાર્નર હવે પછીનો બેટ્‌સમેન હતો પણ રનઆઉટ થયો અને ટીમના સ્કોરમાં બે રન ઉમેરી પેવેલિયન પરત ફર્યો. ગોમ્સ ૯૬ પર રમતો હતો અને વેસ્ટ ઈન્ડિઝ પાસે એક વિકેટ બચી હતી. પણ ત્યાં જ એક મોટી મુશ્કેલી ઊભી થઈ. માર્શલ અગિયારમાં ક્રમે ઉતર્યો પરંતુ તેના ડાબા અંગૂઠામાં ડબલ ફ્રેકચરને લીધે ઈજાગ્રસ્ત થયો. તેઓના મોઢે એક મોટી સ્મિત દેખાઈ આવતી હતી. તેઓ જમણાં હાથે રમ્યા અને પોતાની ટીમને જીત અપાવી હતી. ગોમ્સને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો પણ આ રમતમાં માર્શલની વીરતા હંમેશા યાદ રહેશે.