(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
ભાજપના નેતા કપિલ મિશ્રાએ દિલ્હી પોલીસને નાગરિકતા કાનૂન મુદ્દે દેખાવોના સ્થળોને ખાલી કરાવવા આપેલી ત્રણ દિવસના મહેતલ બાદ હિંસા ભડકી હતી. જેમાં ર૧ લોકોનાં મોત થયા છે જ્યારે ર૦૦ ઘવાયા છે. કપિલ મિશ્રાએ પોલીસને ગંભીર ચેતવણી ઉચ્ચારી હતી. કપિલ મિશ્રાની ધરપકડની માગણી થઈ રહી છે. જેઓ બુરહાન વાની કે અફઝલ ગુરૂને ત્રાસવાદી માનતા નથી. તેઓ કપિલ મિશ્રાને ત્રાસવાદી કહે છે જેઓ યાકુબ મેમણ, ઉમર ખાલિદ, શરજીલ ઈમામને છોડાવવા કોર્ટમાં ગયા હતા તેઓ મારી ધરપકડની માગણી કરે છે તેમ કપિલ મિશ્રાએ ટ્‌વીટ કરી કહ્યું હતું. કપિલ મિશ્રાએ ત્રણ દિવસ પહેલાં પોલીસને શાહીનબાગ-જાફરાબાદ માર્ગોને ખુલ્લા કરાવવા ચેતવણી આપી હતી. ત્યારબાદ દિલ્હીમાં હિંસા ભડકી ઉઠી હતી.