(એજન્સી) પટણા, તા.૫
બિહાર વિધાનસભામાં વિપક્ષ નેતા અને રાષ્ટ્રીય જનતાદળ નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કરી મુખ્યમંત્રી નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું કે, ગોડસેને પૂજનારા લોકો પટણા પર્ધાયા છે. તેમના સ્વાગતમાં અનુકંપાઈ મુખ્યમંત્રી નીતિશ કુમાર પટણાના ગાંધી મેદાનમાં ગાંધી મૂર્તિને કેદ કરી લીધી જેથી ગાંધીને માનનારા લોકો ખેડૂતોના સમર્થનમાં ગાંધીજીની સમક્ષ સંકલ્પ ના લઈ શકે. નીતિશજી, ત્યાં પહોંચી રહ્યો છું, રોકી શકો તો રોકી લો. અન્ય એક ટ્વીટમાં તેજસ્વીએ જણાવ્યું કે, ધનદાતા અને અન્નદાતાની આ લડાઈમાં અમે અન્નદાતાની સાથે ઊભા છીએ. શું ખેડૂતોના સમર્થનમાં અવાજ ઊઠાવવો, તેમની આવક બે ગણી કરવા માટે નવા કાયદામાં જરૂરી રીતે એનસીપી માંગ કરવી, ખેતરને બચાવવાની લડાઈ કરવી અપરાધ છે ? જો છે તો અમે આ અપરાધ વારંવાર કરીશું. જણાવી દઈએ કે દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં રાષ્ટ્રીય જનતા દળ આજે પટણાના ગાંધી મેદાનમાં ધરણાનું આયોજન કર્યું. તેમણે જણાવ્યું કે તેમની પાર્ટી શરૂથી જ આ ત્રણેય નવા કાયદાના વિરોધમાં રહી છે. ખેડૂત દિલ્હીમાં પોતાની માંગોના સમર્થનમાં પાછલા અનેક દિવસથી બેઠા છે.
Recent Comments