(એજન્સી) તા.૧૯
બિહારમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે જાલે મતવિસ્તારથી કોંગ્રેસના ઉમેદવાર મસકૂર ઉસ્માનીએ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(એનડીએ)ના નેતાઓ તથા મુખ્યધારાના પત્રકારોએ તેમની વિરૂદ્ધ તેમને અપમાનિત કરવાનું અભિયાન ચલાવ્યું છે. તેમણે પત્રમાં કહ્યું કે આ જ કારણોસર મારો જીવ જોખમમાં મૂકાયો છે. આ રીતે તો મને અપમાનિત કરીને મને અપશબ્દો બોલવામાં આવી રહ્યાં છે. જો મારા પર કોઇપણ પ્રકારનો હુમલો થશે તો તેના માટે સ્પષ્ટરૂપે એનડીએ જવાબદાર ગણાશે. શુક્રવારે ભાજપના બેગુસરાયના સાંસદ અને કેન્દ્રીયમંત્રી ગિરિરાજસિંહે ઉસ્માનીની ઉમેદવારી અંગે કહ્યું હતું કે મહાગઠબંધન તો હવે પાકિસ્તાની વિચારધારા સમર્થક મોહમ્મદ અલી ઝીણાને સમર્થન આપવા લાગ્યું છે. જાલેની ઉમેદવારી જો ઝીણાને સમર્થન નથી આપતી તો કોંગ્રેસ અને મહાગઠબંધને આ મામલે ખુલાસો કરવો પડશે. શું કોંગ્રેસ અને મહાગઠબંધન પણ ઝીણાને સમર્થન આપે છે ? શું સરજીલ ઈમામ તેમના સ્ટાર પ્રચારક નથી ? ઉલ્લેખનીય છે કે કેટલીક ન્યૂઝ ચેનલે એવો ખોટો આરોપ મૂક્યો હતો કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં તેમણે જ ઝીણાનો ફોટો મૂક્યો હતો. આ તેમણે તેમના કાર્યકાળ દરમિયાન કર્યુ હતું. તેઓ ત્યારે યુનિવર્સિટીમાં વિદ્યાર્થી યુનિયનના નેતા હતા. જો કે આ મામલે તેમણે કહ્યું કે આવા અહેવાલને લીધે મારા જીવનને જોખમમાં મૂકી દેવાયું છે. હવે મારા ઓળખીતાઓ પણ મારાથી ગભરાઈ રહ્યા છે અને બની શકે કે આ ચૂંટણી વખતે જ કદાચ મને નિશાન બનાવીને મારા પર હુમલા કરવામાં આવી શકે છે.
તેમના અહેવાલે મારા જીવનને જોખમમાં મૂક્યું : કોંગ્રેસ ઉમેદવાર મસકૂર ઉસ્માનીએ બિહારના મુખ્યમંત્રીને પત્ર લખ્યો

Recent Comments