(એજન્સી) તા.રપ
જમ્મુ-કાશ્મીર જિલ્લા વિકાસ પરિષદના ચૂંટણી પરિણામ આવી ગયા છે. તેમાં ભાજપ જાહેર થઈ ચુકેલી ર૭૮ બેઠકોના પરિણામો પછી ૭પ સીટોની સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. જો કે કોંગ્રેસ પ્રવકતા સલમાન નિઝામીએ ચૂંટણીમાં ભાજપના સૌથી મોટી પાર્ટી બનવા પર પ્રશ્ન ઉભા કર્યા છે. તેમણે જણાવ્યું કે ભગવા દળના મંત્રી સુધી જમ્મુમાં ચૂંટણી હારી ગયા. તેમણે ન્યૂઝ ર૪ની ડિબેટ રાષ્ટ્ર કી બાતમાં જણાવ્યું કે ભાજપનો એકલી મોટી પાર્ટી બનવાનો દાવો ખોટો છે. પોતાના દાવાના પક્ષમાં તેમણે જણાવ્યું કે જયાં નેશનલ કોન્ફેરન્સે ચૂંટણી લડી ત્યાં પીડીપીએ પોતાના ઉમેદવાર ઉભા કર્યા નથી. પીડીપીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા ત્યાં એનસીએ ચૂંટણી નથી લડી તેમણે જણાવ્યું કે જો એનસી એકલી લડતી તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં એકલી સૌથી મોટી પાર્ટી હોત. ભાજપનો પોતાને મોટી પાર્ટી બતાવવાનો દાવો ખોટો છે. કોઈ મુર્ખ પણ એવું નહી કહે. ગઠબંધનમાં બેઠકોની વહેંચણી થઈ છે. બકોલ સલમાન નિઝામી પીડીપી અને નેશનલ કોન્ફરન્સે જમ્મુ સુધીમાં બેઠકો જીતી છે. જયારે તેને માત્ર કાશ્મીરની પાર્ટી બતાવવામાં આવી. પાછલી ગઠબંધન સરકારમાં મંત્રી રહેલા ભાજપના નેતા સુદ્ધા જમ્મુમાં ચૂંટણી હારી ગયા નેતાઓની જામીન પણ જપ્ત થઈ ગઈ. કાશ્મીરમાં ભાજપના ત્રણ બેઠકો જીતવા પર તેમણે જણાવ્યું કે ભગવા દળને માત્ર પ૦૦ મત મળ્યા છે. અહીં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગુલામ અહેમદ મીરનો આરોપ છે કે ભાજપે અપક્ષ વિજેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરાવવા માટે ડીસીપી અને એસએસપીને કામ પર લગાવી રાખ્યા છે. તેમણે જણાવ્યું કે સંપૂર્ણ પોલીસ તંત્ર કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભાજપની બી ટીમની જેમ કામ કરી રહ્યું છે.