(એજન્સી) મુંબઈ,તા.૨૫
શિવસેનાએ મહેસૂલી વધારવા માટે મહારાષ્ટ્રમાં દારૂની દુકાન ફરી શરૂ કરવાની માંગ અંગે મનસે પ્રમુખ રાજ ઠાકરેની આજે આલોચના કરી હતી અને તેઓને રાજ્યના તિજોરી અંગે ખરેખર ચિંતિત છે કે કેમ તે જાણવા માંગણી કરી હતી. શિવસેનાએ કહ્યું કે, રાજ ઠાકરેને જાણ હોવી જોઇએ કે લોકડાઉનને કારણે માત્ર દારૂની દુકાનો જ નહીં, પરંતુ દારૂની ફેકટરીઓ પણ બંધ છે. માત્ર દુકાનો શરૂ કરીને અમને આવક થતી નથી. જ્યારે કોઈ ડિસ્ટ્રિબ્યુટર ફેક્ટરીઓમાંથી ઉત્પાદન ખરીદે છે ત્યારે સરકારને આબકારી અને વેચાણ વેરાના રૂપમાં આવક મળે છે. આ એકમો શરૂ કરવા માટે, કામદારો જરૂરી છે. આ ઉપરાંત જો દુકાનો ફરીથી ખોલવામાં આવે, તો કોઈ સામાજિક અંતરનું અનુસરણ કરવામાં આવશે નહીં, એમ પાર્ટીએ તેના મુખપત્ર ‘સામના’ના એક સંપાદકીયમાં જણાવ્યું હતું. રાજ ઠાકરેએ ગુરૂવારે મુખ્યમંત્રી ને લખેલા પત્રમાં કહ્યું હતું કે વાઇન શોપને ખુલ્લા રહેવા દેવાનો અર્થ દારૂના વપરાશકારોની જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ કરવાનો નથી, પરંતુ મુશ્કેલ સમયમાં મહેસૂલની આવક સુનિશ્ચિત કરવાનો છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી પાર્ટીએ જોકે, દારૂની દુકાનો અને ખાણીપીણીની મળીને ફરી ખોલવાની માંગ માટે મનસે પ્રમુખની મજાક ઉડાવી હતી. તેમની માંગ દ્વારા તેમણે સરકાર તરફ ધ્યાન દોર્યું છે કે ખોરાકની જેમ આલ્કોહોલ પણ એક આવશ્યક ચીજવસ્તુ છે. તેમણે અમૂલ્ય માહિતી આપી છે કે ચોખાની થાળી લોકો માટે મહત્વપૂર્ણ હોવાથી તેઓ ‘ક્વાર્ટર’ અને ‘પેગ’ પર પણ નિર્ભર છે.
તેણે તે જાણવાની માંગ કરી કે શું તેણે રાજ્યની આવક માટેની ચિંતાને ધ્યાનમાં રાખીને માંગ કરી છે કે દારૂના વ્યસનીઓ ને ધ્યાન માં રાખી માંગ કરી છે.
“વિપક્ષી નેતાઓએ સરકારને સલાહ આપવી જોઈએ કે કટોકટીના સમયમાં આર્થિક સ્થિતિ કેવી રીતે સુધારવી જોઇએ, પરંતુ વિપક્ષી નેતા તે કરી શક્યા નથી,” સત્તાધારી પક્ષે દેવેન્દ્ર ફડણવીસનું નામ લીધા વિના કહ્યું.
રાજ ઠાકરેએ ગરીબ અને ઓછા લાભ મેળવનારા લોકોની દુર્દશા આગળ ધરી છે અને સમાજનો એક વર્ગ તેને માટે આશીર્વાદ આપશે. પરંતુ એકંદરે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય લેવો પડશે.
તેમના માટે “ચોખાની પ્લેટ એક પેગ જેટલી જ મહત્વપૂર્ણ છે” : શિવસેનાએ રાજ ઠાકરેની મજાક ઉડાવી

Recent Comments